ચોટીલા પાસે અકસ્માતમાં જામનગરના પિતરાઇ ભાઈ-બહેનના કરુણ મોત

પરિવારમાં શોકનું વાતાવરણ

ચોટીલા પાસે અકસ્માતમાં જામનગરના પિતરાઇ ભાઈ-બહેનના કરુણ મોત

Mysamachar.in-સુરેન્દ્રનગર:

રાજકોટ ચોટીલા હાઈવે પર સર્જાયેલા અકસ્માતના બનાવમાં જામનગરના પિતરાઇ ભાઈ બહેનના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા અને એક વ્યક્તિને ગંભીર હાલતમાં રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે,

અકસ્માતના બનાવની જાણ વિગત એમ છે કે ચોટીલા હાઈવે પર બામણબોર નજીક ગુંદાળાના પાટીયા પાસે મોટરસાઈકલ પર જામનગરના વિપુલભાઈ મિયાત્રા તેમની 10 વર્ષની પુત્રી વિશ્વા અને દીપક  મકવાણા જઈ રહ્યા હતા. ત્યારે ટેન્કરચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ દીપક અને વિશ્વાનુ મોત નિપજયુ હતુ. આ બનાવથી જામનગર રહેતા પરિવારમાં ભારે ગમગીન વાતાવરણ છવાયું છે.