ભાણવડના વેરાડ નજીક અકસ્માત દંપતીનું મોત

કાર અને બાઈક વચ્ચે અકસ્માત

ભાણવડના વેરાડ નજીક અકસ્માત દંપતીનું મોત

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દ્વારકા જીલ્લાના ભાણવડના વેરાડ નજીક આજે આજે સાંજના સુમારે જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે તે પ્રમાણે એક બાઈક અને કાર બંને સામસામે ટકરાઈ જતા દંપતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે,ઘટનાની જાણ થતા પોલીસ, એમ્બ્યુલન્સ વગેરે પણ ઘટનાસ્થળે દોડી આવ્યા છે,અકસ્માતમાં કાર અને બાઈક નો કચ્ચરઘાણ બોલી જવા પામ્યો છે.