ટ્રક અને એસટી વચ્ચે અકસ્માત,૨ મોત ૧૬ ઘાયલ 

પોલીસ,ફાયર અને એમ્બ્યુલન્સ પણ દોડી આવી

ટ્રક અને એસટી વચ્ચે અકસ્માત,૨ મોત ૧૬ ઘાયલ 


Mysamachar.in-અમદાવાદ:
રાજ્યમાં અકસ્માતોના બનાવોમાં દિનપ્રતિદિન વધારો થવા લાગ્યો છે,જેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે,અમદાવાદ નજીક સાણંદ રોડ પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે ના  મોત નીપજ્યાં છે, જ્યારે ૧૬ થી વધુ લોકોને સામાન્યથી માંડીને ગંભીર ઇજાઓ પહોચી છે,ગત મોડી રાતે અકસ્માતમાં ટ્રક અને એસટી વચ્ચે ટક્કર થઇ હતી. જેના કારણે રોડ પરથી પસાર થતા લોકો પણ ત્યાં મદદ માટે આવી ગયા હતાં. આ દુર્ઘટનામાં ૧૬ થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી ત્રણ જણાં ગંભીર રીતે ઘાયલ છે. મોડી રાતે ખાડીમાં પડેલી બસને રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવી હતીઅને ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.