પોલીસવાને એકટીવાચાલક મહિલાને મારી ટક્કર...

હજુ સુધી નથી નોધાઇ ફરિયાદ, મહિલા સારવારમા

પોલીસવાને એકટીવાચાલક મહિલાને મારી ટક્કર...

Mysamachar.in:રાજકોટ
સામાન્ય લોકોના વાહનોને રોકી અને દંડનીય કાર્યવાહી કરતી પોલીસની સરકારી ગાડીઓ કેવી રીતે ચાલતી હશે તેનો એક બોલતો પુરાવો આજે રાજકોટ શહેરમાં સામે આવ્યો છે, શહેરના પ્રકાશ સોસાયટી વિસ્તારમાં પોલીસવાને એક્ટિવાચાલક મહિલાને ઉલાળી હતી. જેને લઇ લીનાબેન વાઢેર નામની મહિલાને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. જો કે પોલીસ વાનમાં સવાર કર્મીઓએ પણ નીચે આવી મહિલાની હાલત પૂછી હતી. સ્થાનિકોએ મહિલાને સારવાર અર્થે કારમાં હોસ્પિટલે ખસેડી હતી. હાલ આ મુદ્દે હજુ કોઇ ફરિયાદ થઇ હોય તેવું સામે આવ્યું નથી. અને તેણીની સારવાર ચાલી રહી છે,