આદ્યશક્તિ નવરાત્રીની તૈયારીઓને અપાયો આખરી ઓપ...

આદ્યશક્તિ નવરાત્રીની તૈયારીઓને અપાયો આખરી ઓપ...

Mysamachar.in-જામનગર:

વાય.પી.સી. ઈવેન્ટ ઓર્ગનાઇઝેશન પ્રા.લી. દ્વારા જામનગર શહેરના આંગણે આશીર્વાદ કલબ રીસોર્ટમાં આદ્યશક્તિ નવરાત્રીનુ આયોજન કરવામાં આવ્યું છે, જેમા ગુજરાતના ખ્યાતનામ એન્કરો, બીમલ ઓઝા, હિરજી મેક્સ, પ્રણવ દિક્ષિત દ્વારા સમગ્ર કાર્યક્રમનું એન્કરીગ કરવામાં આવશે, અને ગુજરાતનાં નામાંકિત કલાકાર રસ્મીતા રબારી, ક્ચ્છના વિશાલ ગઢવી, ડેવિન ઓડેદરા, કશ્યપ દવે જામનગરના ખૈલયાઓની સાથે રાસ ગરબાઓની રમઝટ બોલાવશે.

આદ્યશક્તિ નવરાત્રી ૨૦૧૯ નું જયારે કાઉન્ટ ડાઉન શરૂ થયું છે, ત્યારે આગામી. તારીખ,૨૯ સપ્ટેમ્બર થી ૮ ઓક્ટોબર નવરાત્રી/ દશેરા સુધી સાંજ થતા જ સૂરતાલના સથવારે આશીર્વાદ કલબ રિસોર્ટના લોનવારા ગ્રાઉન્ડમા આદ્યશક્તિમાં રમવા નગરના ખેલૈયાઓ આતુર બન્યા છે. જયારે વિશેષતાની ખાસ વાત કરીએ તો અધતન આકર્ષક મેઈન સ્ટેજ, તેમજ સ્ટેજની ઉપર એલીડી સ્ક્રીન રાખવામાં આવી છે, જયારે સ્ટેજની બન્ને બાજુ વીઆઈપી તેમજ વીવીઆઈપી લોકોને બેસવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે ગ્રાઉન્ડની મધ્યમાં ખૈલયાઓ માટેનું સુરક્ષિત એરીના તેમજ અરિનાની બન્ને બાજુ એટલે કે, સીલ્વર વિભાગ, અને ગોલ્ડન વિભાગ તૈયાર કરવામાં આવ્યો છે,

જ્યારે આ બન્ને વિભાગના લોકોને રમવા માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે ગ્રાઉન્ડમા ફુડ ઝોન સ્મોકિંગ ઝોનની વ્યવસ્થા કાર અને સ્કુટર માટે વિશાળ પાર્કિંગ વ્યવસ્થા કરાય છે, તેમજ જ્યારે આદ્યશક્તિમાં રમવા નીહાળવા સીઝન પાસ ટીકીટ મેળવવા ઈન્ટરનેશનલ કંપની બુક માય શો ઈવેન્ટ સાથે જોડાયેલી છે, આદ્યશક્તિ નવરાત્રીની તમામ તૈયારીઓને વાય,પી,સી, ઈવેન્ટ ઓર્ગનાઇઝેશન પ્રા.લી. ડાયરેક્ટર આહીર સંજય ચેતરીયા આ યોજાનારા મેગા ફેસ્ટિવલને મજબુતાઈથી આખરીઓપ આપી રહ્યા છે. જયારે શહેરના ખોડીયાર કોલોની રિલાયન્સ પંપ પાસે હોટલ જશ પેલેસ પાસે, બુક માય શો ના સ્ટોલ પર ખેલૈયા પાસ લેવા પણ યુવાધનમાં સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.