જામનગરમાં આધારકાર્ડની અનેક સ્થળોએ કામગીરી બંધ

બેંકો અને પોસ્ટ ઓફિસ લીમીટેડ કાર્ડ કાઢતા હોવાની ફરિયાદ

જામનગરમાં આધારકાર્ડની અનેક સ્થળોએ કામગીરી બંધ
symbolic image

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા આધાર કેન્દ્રમાં થી અનેક  બંધ હોય છે, એટલુ જ નહિ આધાર કાર્ડ કેન્દ્ર ઉપર સ્ટાફ ન હોવાથી હાલાકી વધી છે, જામનગર મહાનગરપાલિકા હસ્તક ટાઉન હોલ ખાતેના કેન્દ્રમાં અગાઉ વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જેને કારણે પોસ્ટ ઓફિસો અને બેંકોમાં આધાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા હતા. આવા કુલ જુદા-જુદા 27 કેન્દ્ર કાર્યરત હોવાનો જામનગર મહાનગરપાલિકા દ્વારા જણાવ્યુ હતું. આવા 27 કેન્દ્રોમાંથી અનેક કેન્દ્રો બંધ હોવાની ફરિયાદ  લોકો તરફથી મળી રહી છે,જેમા બેંકો પોસ્ટઓફીસ સહિતનો સમાવેશ થાય છે, વળી જયાં આધાર કેન્દ્ર કાર્યરત હોય ત્યાં પણ માત્ર 8 થી 10 કુપન અરજદારોને આપીને કેટલાક અધિકારીઓ સંતોષ માની લે છે. તેના બદલે સરકારના નિયમ મુજબ દૈનિક કેટલા આધારકાર્ડ કાઢવા તેની સુચના પણ આપવી જોઇએ તેથી આધારકાર્ડ કઢાવવા જનારને આધારકાર્ડ સરળતાથી કઢાવી શકે.