શેઠવડાળા પોલીસ મથકના તત્કાલીન મહિલા P.S.I અને કોન્સ્ટેબલ સામે નોંધાયો લાંચની માંગણીનો ગુન્હો…

જે-તે સમયે ટ્રેપ નિષ્ફળ રહી હતી,

શેઠવડાળા પોલીસ મથકના તત્કાલીન મહિલા P.S.I અને કોન્સ્ટેબલ સામે નોંધાયો લાંચની માંગણીનો ગુન્હો…

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લાના શેઠવડાળા પોલીસમથકમાં ફરજ બજાવતા તત્કાલીન P.S.I અને એક કોન્સ્ટેબલે દારૂના કેસમાં નામ નહિ ખોલવા માટે આ કેસના ફરિયાદી પાસેથી ૫૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી, જે અન્વયે ફરિયાદીએ એસીબીનો સંપર્ક જે-તે સમયે કરેલો હતો,અને એસીબી દ્વારા તે સમયે લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ પરંતુ કોઈ કારણોસર  શંકા જતાં તેઓ લાંચના નાણાં સ્વીકારવા આવેલ નહિ તેમજ ફોન પણ બંધ કરી દીધેલ જેથી લાચનું છટકું નિષ્ફળ રહેલ..

જેની તપાસ કરવામાં આવતા  તપાસના અંતે તત્કાલીન હાલ સસ્પેન્ડેડ પીએસઆઈ વિરલબેન  આરજણભાઈ ચાડેરા અને પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ નિરૂભા જાડેજા સામે લાંચની માંગણી કરેલ હોવાના મળેલ પુરાવા આધારે બંને આરોપીઓ વિરૂધ્ધ લાચની માંગણીનેા ગુનો બનતો હોય બન્ને વિરુધ્ધ લાંચની માંગણીનો ગુનો આજે એસીબી દ્વારા દાખલ કરવામાં આવ્યો છે,અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જયારે આ મામલો સામે આવ્યો ત્યારે એક ઓડિયો ટેપ પણ પીએસઆઈ ની ફરતી થઇ હતી,અને તત્કાલીન જીલ્લાપોલીસવડા પ્રદીપ સેજુળએ તેવોને સસ્પેન્ડ કરી અને ઇન્ક્વાયરી ના આદેશો આપ્યા હતા.