૩૫ હજાર ન ચૂકવી શકનાર યુવક પર છરીના ઘા ઝીંકી દઈ મોતને ઘાટ ઉતારાયો..

પોલીસે હાથ ધરી તપાસ

૩૫ હજાર ન ચૂકવી શકનાર યુવક પર છરીના ઘા ઝીંકી દઈ મોતને ઘાટ ઉતારાયો..

Mysamachar.in-રાજકોટ:

રાજ્યમાં પૈસાની લેતીદેતી અને વ્યાજની ઉઘારાણીઓમા હત્યા અને મારામારીના બનાવો વધવા  લાગ્યા છે,ત્યારે રાજકોટમાં માત્ર ૩૫ હજાર ની ઉઘરાણી માટે એક યુવકનું છરીઓના ઘા ઝીંકી મોત નીપજાવી દેવામાં આવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે, ભાવનગર રોડ પર મનહરપરામાં રહેતો સતિષ  નામનો ૨૬ વર્ષીય યુવાન રાત્રીના ભાવનગર રોડ આરએમસી ઓફિસ પાછળ બેડીપરા શ્રમજીવી સોસાયટી-9માં રહેતાં પોતાના મામી ઘરે જમવા ગયો હતો. ત્યારે મનહરપરા રામનાથ મંદિર પાસે રહેતાં રાજેશચાવડાએ આવી છરીથી હુમલો કરી ડાબા પડખા તથા જમણા હાથ, કાન પાસે ઘા મારી દેતાં સતિષનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક  તપાસમાં 35 હજારની ઉઘરાણીમાં હત્યા થયાનું સામે આવે છે,છતાં પણ પોલીસ આ મામલે વધુ તપાસ હરહ ધરી રહી છે.