ગુણવત્તાયુક્ત સેવા આપતી મોદી લેબોરેટરી દ્વારા અનોખું કદમ..

ચોથા વર્ષમાં પ્રવેશ

ગુણવત્તાયુક્ત સેવા આપતી મોદી લેબોરેટરી દ્વારા અનોખું કદમ..
Symbolic Image

Mysamachar.in-જામનગર

ડોક્ટર્સ અને હોસ્પિટલની સેવાઓ જ્યાં ઉપલબ્ધ છે એવા એસ.ટી. ડેપો રોડ પર છેલ્લા ત્રણ વર્ષથી ઉત્કૃષ્ટ કાર્ય કરતી અને ૧૬ વર્ષનો વિશદ અનુભવ ધરાવતા નિષ્ણાંત પેથોલોજીસ્ટ ડોક્ટર દ્વારા સંચાલિત મોદી લેબોરેટરીમાં થતા તમામ પ્રકારના ટેસ્ટના ચાર્જીસમાં ૫૦% જેટલું વળતર હવે મળશે.


સરકારી હોસ્પિટલ્સ, દવાખાના, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર(CHC), પ્રાઇમરી હેલ્થ સેન્ટર (PHC), ટ્રસ્ટની હોસ્પિટલ્સ કે દવાખાનાના દર્દીઓને તમામ ટેસ્ટ હવે અડધા દરે એટલે કે માત્ર ૫૦% ચાર્જીસથી કરી આપવામાં આવશે.કેન્સર, થેલેસેમિયા, ICU ના દર્દીઓ કે અન્ય ગંભીર બીમારી ધરાવતા સરકારી કે ખાનગી હોસ્પિટલ્સના તમામ દર્દીઓને આ તમામ ટેસ્ટ ૫૦% ચાર્જીસથી કરી આપવામાં આવશે.ઉપરોક્ત યાદી સિવાયના તમામ દર્દીઓને આ બધા જ ટેસ્ટ ૫૦% સુધીના ઓછા દરે કરી આપવામાં આવશે.વધુ માહિતી માટે મોદી લેબોરેટરી,જોલી બંગલો કોમ્પ્લેક્ષનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.