પાર્ક કોલોની નજીક એક વૃક્ષ અને ચાર થાંભલાઓ પડી ગયા...

ફાયરવિભાગે સ્થળ પર વૃક્ષો હટાવ્યા

પાર્ક કોલોની નજીક એક વૃક્ષ અને ચાર થાંભલાઓ પડી ગયા...

mysamachar.in-જામનગર

જામનગરમા છેલ્લા બે દિવસથી સામાન્ય કહી શકાય તેવો વરસાદ વરસી રહ્યો છે આજે પણ સવાર થી સામાન્ય વરસાદ વરસતા વાતાવરણમા ઠંડક પ્રસરી જવા પામી છે,તો આજે સામાન્ય વરસાદ વચ્ચે પણ શહેરના પાર્ક કોલોની નજીક એક તોતિંગ વૃક્ષ પડી જતા તેની સાથે ચાર જેટલા વીજપોલ પણ પડી જતા આ રસ્તો થોડીવાર પુરતો બંધ થઇ જતા આસપાસના સ્થાનિકો ને હાલાકી ભોગવવી પડી હતી,

જે બાદમાં ફાયર વિભાગને  જાણ કરવામાં આવતા ચીફ ફાયર ઓફિસર બિશ્નોઈ સહિતની ટીમ દ્વારા સ્થળ પર પહોચી જઈ અને વૃક્ષોને એકબાજુ એ કર્યા છે,જયારે વીજપોલ અંગેની કામગીરી લગત વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.