જેવું ટેન્કર હોટેલ પર ઉભું રહે અને નીકળી જાય પેટ્રોલ ડીઝલ..

R.R.CELLની કાર્યવાહી

જેવું ટેન્કર હોટેલ પર ઉભું રહે અને નીકળી જાય પેટ્રોલ ડીઝલ..

Mysamachar.in-જામનગર:

ધ્રોલના હરીપુર ગામ પાસે આવેલ મેવાડ હોટેલ પરથી આજે આર.આર.સેલની ટીમે પેટ્રોલ ડીઝલની હેરાફેરી નું એક સુવ્યવસ્થિત કૌભાંડ ઝડપી પાડ્યું છે,જે છેલ્લા બે માસ જેટલા સમયગાળાથી ચાલતું હોવાનું પોલીસે જણાવ્યું છે,જામનગરની નામાંકિત કંપનીઓમાં થી જયારે પેટ્રોલ અને ડીઝલનું ટેન્કર ભરાઈને નીકળ્યા બાદ તે ધ્રોલના હરીપુર નજીક આવેલ મેવાડ હોટેલ ખાતે ઉભું રહેતું હતું,...

હોટેલ ખાતે ટેન્કર ઉભું રહ્યા બાદ હોટેલ ચલાવનાર ગાંગાભાઈ ભુંડિયા અને હોટેલ સંચાલક નિતુભા બલુભા જાડેજા ફોન દ્વારા ડીઝલ પેટ્રોલની હેરાફેરી કરતાં ટેન્કર ચાલકોને લોભલાલચ આપી પોતાની હોટલે બોલાવ્યા બાદ ડ્રાઈવર ક્લીનર સહિતના ભેગા મળીને ટેન્કરના માલિક,ડીઝલના માલિકની જાણ બહાર ૫૦ લીટર ડીઝલ તથા ૩૦ લીટર પેટ્રોલ વેચાતું બજાર ભાવથી ઓછી કીમતે કાઢી આપી કંપની તેમજ માલિકો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતાં હોવાનું આર.આર.સેલની તપાસમા સામે આવ્યું છે,

પોલીસે આજે ડીઝલ,પેટ્રોલ અને અન્ય મુદામાલ મળી કુલ ૩૩.૩૩.૬૪૩ ના મુદામાલ સાથે ૩ શખ્સોને ઝડપી પાડ્યા છે,આ કાર્યવાહી રેન્જ આઈ.જી.સંદીપસીંગની સુચનાથી પીએસઆઈ વાળા,રામદેવસિંહ ઝાલા,રસિક પટેલ,સુરેશ હુંબલ,કમલેશભાઈ રબારી,સંદીપસિંહ ઝાલા,રામભાઈ માંઢ,વગેરેએ કરી હતી.