સતવારા સમાજના મતો અંકે કરવા કદાચ કોંગ્રેસમાંથી કલ્પેશ હડીયલની થાય પસંદગી

જાણો શા માટે.?

સતવારા સમાજના મતો અંકે કરવા કદાચ કોંગ્રેસમાંથી કલ્પેશ હડીયલની થાય પસંદગી

Mysamachar.in-જામનગર:

જામનગર લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી સાથે ૭૭-જામનગર ગ્રામ્ય વિધાનસભાના બેઠક પર કોંગ્રેસમાંથી ઉમેદવાર પસંદગીની અટકળો ચાલી રહી છે. અને કોંગ્રેસના નિરીક્ષકો દ્વારા સેન્સની પ્રક્રિયા પણ પૂર્ણ કરીને તેઓનો અહેવાલ પ્રદેશ નેતાગીરીને સુપ્રત કરશે, ત્યારે કોંગ્રેસના યુવા નેતા તરીકેની છાપ ધરાવતા કલ્પેશ હડીયલે પણ દાવેદારી નોંધાવી છે,

તેવામાં પ્રબળ યુવા દાવેદાર કલ્પેશ હડીયલની  રાજકીય કારકિર્દી તથા સામાજિક ચમકતો ચહેરો તેમજ વર્ષોથી સમાજસેવા અને રાજકીય રીતે જામનગર જિલ્લા રાજકારણમાં ૨૦૦૨થી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ૨૦૦૨માં આઇ.આઇ.ટી.માં પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIમાં પ્રમુખ, તાલુકા પ્રમુખ અને NSUIના જિલ્લા પ્રમુખ તરીકે વિદ્યાર્થીઓના હિતમાં સમગ્ર જિલ્લામાં ખૂબ જ સારી પ્રશંસનીય કામગીરી કરી હતી.

ત્યારબાદ તેમની કામગીરી જોઈ પક્ષ દ્વારા જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. હાલ ૪થી ટર્મથી જામનગર જીલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ તરીકે ની જવાબદારી તેઓ નિભાવી રહ્યા છે તેમજ કામગીરી સારી હોવાથી  પ્રદેશની નેતાગીરીમાં પણ સારી એવી નામના મેળવી છે,અને જે ધ્યાને લઈ દ્વારકા નગરપાલિકામાં નિરીક્ષક તરીકે પાર્ટી દ્વારા કામગીરી સોંપવામાં આવેલ જે નિષ્ઠાપૂર્વક રીતે કરેલ અને ૨૦૧૭માં ખંભાળિયા વિધાનસભા પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવેલ અને ધ્રોલ નગરપાલિકામાં યુવા અને ઉત્સાહી સભ્ય હોવાથી નગરપાલિકામાં સભ્ય બન્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે વરણી કરવામાં આવેલ હતી,

તેવામાં તાજેતરમાં ધ્રોલ નગરપાલિકામાં ૨૮માંથી ફક્ત ચાર જ સીટ કોંગ્રેસને મળી જેમાં કલ્પેશભાઈ હડિયલના પોતાના વોર્ડમાં ભાજપનું ખાતું પણ ખોલવા ના દઈને હાલ વિપક્ષ નેતા તરીકે સબળ વિરોધ પક્ષની ભૂમિકા ભજવીને લોકોના પ્રશ્નોને વાચા આપી છે, ત્યારબાદ ૭૭-જામનગર ગ્રામ્ય વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીના મુખ્ય ઇન્ચાર્જ તરીકે નિષ્ઠાપૂર્વક કામગીરી કરીને મુખ્ય ભૂમિકા ભજવેલ છે અને ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ કોંગ્રેસનો વિજય થતા ૭૭ -જામનગર વિધાનસભામાં કલ્પેશભાઈ હડીયલનો સિંહફાળો રહ્યો છે.

ત્યારે શિક્ષિત અને યુવા ચહેરો તરીકે કલ્પેશ હડીયલની કોંગ્રેસમાં સારી નામના હોય અને જામનગર ગ્રામ્યની ઓબીસી પ્રભુત્વવાળી બેઠક પર તેમને સમજી-વિચારીને દાવેદારી નોંધાવી છે અને જો લોકસભામાં કોંગ્રેસમાંથી હાર્દિક પટેલ અથવા અન્ય પાટીદારને ટિકિટ આપવામાં આવે તો સ્વાભાવિક છે કે જ્ઞાતીના સમીકરણોના આધારે જામનગર ગ્રામ્યની બેઠક પર ઓબીસી સમાજમાંથી ચહેરો પસંદ કરવામાં આવે. તે વાત નકકી છે જેથી આ બેઠક પર ઓબીસી સમાજમાંથી આવતા કલ્પેશ હડીયલની ઉમેદવારી નિશ્ચિત હોવાનું હાલ તો રાજકીય ગણિત મંડાઇ રહ્યું છે.