પુરાવાઓ વગરની પોસ્ટ ફેસબુકમાં વાઈરલ કરનાર આવ્યો પોલીસને નિશાને...

કોરોના વાયરસ અને સરકારની કામગીરી અંગે કરી હતી પોસ્ટ 

પુરાવાઓ વગરની પોસ્ટ ફેસબુકમાં વાઈરલ કરનાર આવ્યો પોલીસને નિશાને...
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

કોરોના વાયરસની મહામારી વચ્ચે સોશ્યલ મીડિયાના માધ્યમથી અફવાઓ ફેલાવનારોની કમી નથી, પણ આવા સમયે પેનિક ના ફેલાય તે માટે પોલીસની સાયબરસેલ સહિતની ટીમો આવા એકાઉન્ટ અને નંબરો પર વોચ રાખતી હોય છે.વાત જામનગરની છે જેમાં રણજીતસાગર રોડ સેટેલાઈટ પાર્કમાં વસવાટ કરતા મનીષ વલ્લભભાઈ ડાંગરિયાએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં કોરોના વાયરસમાં ગુજરાત સરકારનું સમગ્ર તંત્ર અયોગ્ય અને અસંતોષકારક કામ કરી રહેલ હોય એવા જુદા જુદા પ્રકારના આક્ષેપોની આધારપુરાવા વગરની પોસ્ટ ફેસબુકમાં અપલોડ કરી અને વાઈરલ કરતા પોલીસે તેના વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.આ ગુન્હો એવા લોકો માટે સબક છે જે ફેસબુક સહિતના સોશ્યલ મીડિયાના માધ્યમોમાં આડેધડ અને વિચાર્યાવિનાની કોમેન્ટ અને પોસ્ટ કરતા હોય છે.