સગીરા સાથે પુત્ર શરીરસુખ માણતો અને માતા વિડિયો ઉતારતી..!

અતિશરમજનક કિસ્સો

સગીરા સાથે પુત્ર શરીરસુખ માણતો અને માતા વિડિયો ઉતારતી..!
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-અમદાવાદ:

અમદાવાદમા કપડાના શોરૂમમાં એક મહિલા ટ્રાયલ રૂમમાં ગઈ ત્યારે શોરૂમના જ કર્મચારી દ્વારા ડોકીયું કરતો હોવાનો બનાવથી ભારે હોબાળો મચ્યો હતો. તેવામાં પાડોશમાં જ ડ્રેસ ખરીદવા ગયેલ સગીરા જ્યારે બાજુના રૂમમાં ડ્રેસ ટ્રાયલ કરવા ગઈ ત્યારે તેનો વિડિયો ઉતારીને બ્લેકમેલિંગ કરી મહિલાએ તેના પુત્ર સાથે બળજબરીથી શરીરસંબંધ બાંધવા માટે મજબૂર કરીને વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતો હોવાનું વધુ એક ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદ વિસ્તારમાં સામે આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે,

દરેક સગીરા અને યુવતી માટે ચેતવા જેવા આ કિસ્સાની વિગત એમ છે કે અમદાવાદ નજીક વિંઝોલ વિસ્તારમાં રહેતી સગીરા બાજુમાં જ સોસાયટીમાં રહેતા રેખાબેન ડ્રેસ વેચવા માટે લાવીને મહિલાઓ તેમજ યુવતીઓને ડ્રેસ જોવા આવવા કહ્યું હતું. અને આ સગીરા પણ ડ્રેસ ખરીદવા જઈને રેખાબેનના બાજુના રૂમમાં ટ્રાયલ લેવા માટે ગઈ હતી. ત્યારે રેખાબેને સગીરાનો વીડિયો ઉતારી લીધો હતો. આ વિડીયોના આધારે રેખાબેને સગીરાને બ્લેકમેલિંગ કરીને પોતાના પુત્ર સાથે શરીરસંબંધ બાંધવાનું દબાણ કરતા સગીરાએ ના પાડી દીધી હતી.

જેથી સોશ્યલ મીડિયામાં આ વિડિયો વાઇરલ કરી બદનામ કરવાની ધમકી આપતા સગીરા પડી ભાંગી હતી અને રેખાબેને પોતાના પુત્ર સાથે શરીરસંબંધ બાંધવાની ફરજ પાડી હતી અને રેખાબેને તેનો પણ વિડિયો ઉતારીને સગીરાની મજબૂરીનો ભરપૂર લાભ લઈ વારંવાર પોતાના ઘરે બોલાવી પુત્ર સાથે શરીરસુખ માણવા માટે બોલાવવામાં આવતી હતી,

આમ સગીરા સાથે છેલ્લા દોઢ વર્ષથી સોસાયટીમાં રહેતા રેખાબેનનો પુત્ર સગીરાના વીડિયોના આધારે તેને બદનામ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો અંતે કંટાળીને સગીરાએ પોતાના પરિવારમાં આ બનાવ વિશે વાત કરી હતી અને પુત્રી પર આચરવામાં આવેલા આવા કૃત્ય સામે તાત્કાલિક પોલીસમથકે દોડી જઈને પોતાની પુત્રી સાથે થયેલ જાતિય અત્યાચારના બનાવ અંગે આપવીતી વરણાવીને માતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પણ હરકતમાં આવીને રેખાબેન અને તેના પુત્રની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.