આધેડને મહિલા તબીબ ગમી ગઈ, રોજ કરતો હતો પીછો અને પછી થયું આવું..!

મેટ્રોસીટીનો બનાવ

આધેડને મહિલા તબીબ ગમી ગઈ, રોજ કરતો હતો પીછો અને પછી થયું આવું..!

Mysamachar.in-અમદાવાદ:

હાલના સમયમાં જુવાનીયાઑ કરતા આધેડો અને વૃદ્ધો મહિલાઓની પજવણી તરફ વળ્યા હોય તેવા કિસ્સાઓ રોજીંદા બનવા લાગ્યા છે, એવામાં અમદાવાદના મહિલા તબીબ પણ છેલ્લા એક વર્ષથી આધેડની હરકતોથી તંગ આવી જતા પોલીસને ફરિયાદ કરતા પોલીસે આ ઢગાને ઝડપી પાડ્યો છે,

વાત છે અમદાવાદનાં જુહાપુરાના ગાયનેકોલોજિસ્ટ મહિલા તબીબને છેલ્લા એક વર્ષથી એક આધેડ અશ્લીલ હરકતો કરી અસહ્ય હેરાન કરી રહ્યો હતો. જે મહિલા તબીબ ઘરથી કિલનિક પર જતા સમયે આધેડ મજીદ શેખ પીછો કરીને અશ્લીલ હરકતો કરતા મહિલા તબીબ ત્રસ્ત થઈ ગયા હતા. મજીદની આવી હરકતો રોજીંદી બની ચૂકી હતી. ગઇકાલે પણ તેણે મહિલા તબીબનો પીછો કર્યો હતો. જેથી મહિલા તબીબે કંટાડીને વેજલપુર પોલીસ સ્ટેશનમાં આધેડ વિરુદ્ધ છેડતીની ફરિયાદ કરતા પોલીસે મજીદ શેખની ધરપકડ કરી લીધી છે,

આરોપી મજીદ શેખ જ્યારે મહિલા તબીબ ઘરથી બહાર નીકળતા ત્યારે સતત તેની સામે જ જોતો હતો અને તે જ્યાં પણ જાય તેનો પીછો કરતો હતો. જો કે ગઈ સાંજના સમયે આરોપી માજીદ શેખએ મહિલા તબીબની શારિરક છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેનો મહિલા તબીબે પ્રતિકાર કરતા આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે મતલબની ફરિયાદ નોંધાયા બાદ આરોપીને પોલીસે લોક-અપ ભેગો કરતા મહિલા તબીબે હાલ તો રાહતનો શ્વાસ લીધો છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.