સિક્કા:માતા પુત્રીને બદનામ કરવા સોશ્યલ મીડિયા પર એક શખ્સે કર્યું આવું ..

વધી રહેલા કિસ્સાઓ..

સિક્કા:માતા પુત્રીને બદનામ કરવા સોશ્યલ મીડિયા પર એક શખ્સે કર્યું આવું ..

Mysamachar.in-જામનગર:

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સાઈબક્રાઈમને લગતા ગુન્હાઓ એક બાદ એક સામે આવી રહ્યા છે, અને સોશ્યલ મીડિયાના સદુપયોગ ને બદલે કોઈને બદનામ કરવા માટે વધુ ઉપયોગ થઇ રહ્યો તેમ લાગે છે, તેવામાં આવો જ વધુ એક ગુન્હો સિક્કામાં સામે આવ્યો છે, મૂળ કર્નાટકની હાલ સિક્કા ગામે વસવાટ કરતી એક યુવતી અને તેની માતાને બદનામ કરવા INSTAGRAM પર બોગસ એકાઉન્ટ બનાવી તેમાં મોર્ફ કરેલા બીભત્સ ફોટાઓ અપલોડ કર્યાની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાઈ છે.

મૂળ કર્ણાટકની કનિકા(નામ બદલાવેલ છે) તેની માતા સાથે હાલ સિક્કામાં રહી અને અભ્યાસ કરી રહી છે, ત્યારે ફરિયાદમાં જણાવેલ શંકાસ્પદ આરોપી વિજયએ કનિકા તથા તેમની માતાને  બદનામ કરવાના ઇરાદે કનિકાના નામે ખોટુ  INSTAGRAM એકાઉન્ટ બનાવી તેમજ એક કરતા વધુ ફેક INSTAGRAM આઇ.ડી પર કનિકાનો સંપર્ક કરી તેના એકાઉન્ટની દેખરેખ રાખી કનિકાના તેમજ તેની માતાના ફોટા અન્ય બિભત્સ ફોટાઓ સાથે મોર્ફ કરી અને બીભત્સ ફોટાઓ કનિકાના નામના ખોટા INSTAGRAM આઇ ડી પર ફ્રેન્ડ તરીકે જોડાયેલ સભ્યો જોઇ શકે તે રિતે અપલોડ કર્યાનું સામે આવતા માતા-પુત્રી ચોંકી ગયા હતા, કનિકા તેમજ તેની માતાને બદનામ કરનાર સિક્કાના જ શંકાસ્પદ આરોપી વિજય સામે ઇ.પી.કો. કલમ ૩૫૪(એ),૩૫૪(ડી),૪૬૫,૪૬૯,૫૦૦ તથા ઇંફોર્મેશન ટેકનોલોજી એક્ટ ૬૬(સી),૬૭ નોંધાવતા સીપીઆઈ જામનગર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.