બંધાણીઓ પાસે નથી સોપારી અને અહી ઝડપાયો જથ્થો

પાન-માવા નું સેવન હાનીકારક છે

બંધાણીઓ પાસે નથી સોપારી અને અહી ઝડપાયો જથ્થો

Mysamachar.in-રાજકોટ

માય સમાચાર ક્યારેય તમાકુ પાન મસાલાના સેવન ને પ્રોત્સાહન નથી કરતુ, આ ચોખવટ સાથે દિનપ્રતિદિન સામે આવતા કિસ્સાઓ લોકો સમક્ષ મુકવા જરૂરી હોય એક સમાચારના માધ્યમ તરીકે મૂકી રહ્યા છીએ, સમગ્ર ગુજરાતમાં લોકડાઉન યથાવત છે, એવામાં પાન માવના બંધાણીઓ ક્યારે માવા મળશે તેની રાહ જોઇને બેઠા છે, અને માવા ખાનારાઓની ગંભીર પરિસ્થિતિ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે,  એવામાં પોલીસે મિશન તમાકુ અને સોપારી શરુ કર્યું હોય તેમ દિવસે ને દિવસે પોલીસ દ્વારા જથ્થાઓ ઝડપી પાડવામાં આવી રહ્યા છે,આજે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં સોપારીનો જથ્થો પકડાયો છે.

રાજકોટના ગ્રામ્ય વિસ્તાર વીંછીયામાંથી 4 લાખ રૂપિયાનો સોપારીનો જથ્થો પકડાયો હતો. વેપારીઓ કાળા બજાર કરે તે પહેલાં જ મામલતદાર સહિતના અધિકારીઓએ દરોડા પાડીને સોપારીનો જથ્થો પકડ્યો હતો ત્યાર બાદ આખું ગોડાઉન સિલ કરી દેવામાં આવ્યું છે. બે દિવસ પહેલ પણ વીંછીયામાંથી મોટા પ્રમાણમાં સોપારીનો જથ્થો ઝડપી પાડ્યો છે.