બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સના કેમેસ્ટ્રી કીંગ તરીકે ઓળખાતા શિક્ષક રાજેશભાઈ વાડોદરિયાની અનેરી સિધ્ધી..

ધો.૧૨ સાયન્સના રસાયણ વિજ્ઞાન પુસ્તકનાં સહલેખક બન્યા...

બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સના કેમેસ્ટ્રી કીંગ તરીકે ઓળખાતા શિક્ષક રાજેશભાઈ વાડોદરિયાની અનેરી સિધ્ધી..

Mysamachar.in-જામનગર:

રાજ્ય સરકાર દ્વારા ધો.૧૦ તથા ધો.૧૨ ના અભ્યાસક્રમોને ગુણવતા સભર બનાવવાના પ્રયાસોના ભાગરૂપે તેને NCERT મુજબ પ્રકાશીત કરવામાં આવેલા છે,આ પ્રયાસને અંતર્ગત જામનગરને શિક્ષણ જગતમાં પ્રખર પંક્તિઓમાં લઈ આવનાર એવા બ્રિલિયન્ટ સાયન્સ સ્કૂલના શિક્ષક રાજેશભાઈ વાડોદરિયાનું નામ ધો.૧૨ સાયન્સના રિયાલેબલ પબ્લિકેશનના રસાયણ વિજ્ઞાનના પુસ્તકમાં સહલેખક તરીકે પ્રકાશિત થયું છે,

શિક્ષણ જગતમાં મુખ્યત્વે ઉતર ગુજરાતનાં શિક્ષકો પાઠ્ય ક્રમોમાં લેખક તરીકે જોવા મળતા હોય છે,ત્યારે સૌરાષ્ટ્રના જામનગરના ૩૧ વર્ષીય યુવા શિક્ષકનું નામ ધો.૧૨ સાયન્સના ગુજરાત બોર્ડના રસાયણ વિજ્ઞાન પાર્ટ-૧ માં લેખક તરીકે ચમક્યું છે,તે જામનગર માટે તથા સૌરાષ્ટ્ર માટે ખુબજ ગર્વપ્રદાન કરતી ઘટના છે,રાજેશભાઈ પોતાની આ સિધ્ધી માટે બ્રિલિયન્ટ સ્કૂલના સર્વેસર્વા અશોકભાઇ ભટ્ટ તથા ગણિતજ્ઞ વિશાલ ચાવડાને પ્રેરણા સ્ત્રોત ગણાવે છે, પોતાના વિદ્યાર્થીઓ વચ્ચે કેમેસ્ટ્રી કિંગ તરીકે પ્રખ્યાત થયેલા રાજુસર NEET,JEE કક્ષાનું પુસ્તક લખી રહ્યા છે,તેવું રાજુસર જણાવે છે,

ધો.૧૨ સાયન્સના NCERT પુસ્તકમાં બધા જ વિષયાંગોની સરળ શૈલીમાં રજૂઆત ઉપરાંત ૩૧ વર્ષોના NEET ના પ્રશ્નો,૧૭-વર્ષોના JEE ના તથા લગભગ ૧૦ વર્ષોના GUJCET ના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે,રાજેશભાઈ વાડોદરિયાએ રસાયણ વિજ્ઞાનમાં M.Sc,B.Ed ની ડિગ્રી ધરાવે છે,તથા લગભગ છેલ્લા ૫ વર્ષથી બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ સાથે શિક્ષક તરીકે કાર્ય કરે છે,


અભાવોમાં ઉછરેલા રાજુને જીવનમાં કાઇક કરવાની અને માતા વસંતબેન અને પિતા હરિભાઈને ગૌરવ અપાવવાની આકાંક્ષા હતી જે પૂર્ણ કરી છે,તથા તેમના પત્નિ કાજલબેન વાડોદરિયા તથા પુત્રી વ્રિતિકા માટે એક આદર્શ વ્યક્તિત્વ તરીકે છાપ ઊભી કરનાર રાજેશભાઈ વાડોદરિયા આ પ્રસંગે તે સર્વેનો આભાર વ્યક્ત કરતાં જણાવે છે કે,

તેઓની આ સિધ્ધી માટે તેમના કુટુંબીજનો નો ફાળો અતુલ્ય ગણે છે,રાજુસરને તેઓના વિદ્યાર્થીઓ,વાલીવર્ગ તથા તેમનો સમગ્ર સ્ટાફ અને સમગ્ર શિક્ષણ જગત તરફથી શુભકામના મળી રહી છે,સાથે-સાથે બ્રિલિયન્ટ સ્કૂલના મેનેજીંગ ડાયરેક્ટર ઉસ્મિતાબેન ભટ્ટ તેમની લાગણીસભર શુભકામના વ્યક્ત કરે છે.