“સર્જિકલ Sundays ફોર Success-2019”નું ભવ્ય સમાપન

“સર્જિકલ Sundays ફોર Success-2019”નું ભવ્ય સમાપન

Mysamachar.in-જામનગર:

ગત રવિવારના રોજ સાંજે 5 કલાકે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કુલ તથા લોટસ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે “સર્જિકલ Sundays ફોર Success-2019”નો સમાપન સમારોહ યોજાયો હતો,

6th જાન્યુઆરી 2019થી શરૂ થયેલ કાર્યક્રમમાં ધો.10 માં અભ્યાસ કરતા જામનગરની કોઈ પણ શાળાના વિદ્યાર્થીઓને દર રવિવારે ડાઉટ-ડિફીકલ્ટી સોલ્યુશન કરાવવામાં આવતું. આ ઉપરાંત ગણિત-વિજ્ઞાન જેવા વિષયોમાં પડતી મુશ્કેલી નિવારવા માટે સરળ ઉપાયો સમજાવવામાં આવેલા. દર રવિવારે ૪:૦૦ થી ૬:૦૦ દરમિયાન રાજકોટ તથા જામનગરના ગણિત-વિજ્ઞાન વિષયના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત પરીક્ષા સમયે ધ્યાનમાં રાખવાની બાબતો તથા આત્મવિશ્વાસપૂર્વક વિષયવસ્તુને છણાવટ કેમ કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે ગણિતના શોર્ટકર્ટ્સ અને વિજ્ઞાનના આસાન સૂત્રો પણ અપાયા હતા,

બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કુલ તથા લોટસ ચેરીટેબલના સંયુકત પ્રયત્નો દ્વારા ઉપરોક્ત ઉલ્લેખનીય કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો. આ કાર્યક્રમ દરમિયાન જુદી-જુદી સ્કૂલોમાંથી ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના કુલ ૫૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો,

બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કુલના ચેરમેન અશોકભાઇ ભટ્ટ દ્વારા શાબ્દિક સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. તેઓએ વિદ્યાર્થીઓને Success માટે Reasons છોડવા કહ્યું હતું. તેઓએ વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન કોઈપણ જાતના Reasons આપ્યા વગર મહેનત કરી Success મેળવવા પ્રેરક સૂચનો કર્યા હતા. આ ઉપરાંત તેઓએ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન તથા પરીક્ષાની તૈયારી સમયે સેલ્ફ મોટીવેશન કેવી રીતે કરવું તેની અસરકારક સમજુતી આપેલ હતી. લોટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ-જામનગરના ચેરમેન શૈલેષભાઈ પટેલે વિદ્યાર્થીઓને તજજ્ઞો દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શનનો પોતાના અભ્યાસમાં ઉપયોગ કરી ઝળહળતી સફળતા મેળવવા પ્રોત્સાહિત કર્યા હતા,

કાર્યક્રમના અંતે સર્જિકલ સન્ડે ફોર સક્સેસનો લાભ લેનાર વિદ્યાર્થીઓને એજ્યુકેશનલ કીટ તથા તજજ્ઞ પ્રત્યે આભાર વ્યક્ત કરવા સપ્રેમ ભેંટ આપવામાં આવી હતી. આ ઉપરાંત બ્રિલિયન્ટ હાઇસ્કુલના કિશન રાઠોડને રામચંદ્ર મિશન-યુનાઈટેડ નેશન્સ ઇન્ફોર્મેશન સેન્ટર એન્ડ હાર્ટફુલનેસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા લેવાયેલ ઓલ ઈન્ડીયા એસ્સે રાઈટીંગ ઈવેન્ટ-૨૦૧૮ દ્વારા આયોજિત સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં તૃતિય સ્થાન મેળવવા બદલ ચેરમેન અશોકભાઈ ભટ્ટ દ્વારા સર્ટીફીકેટ આપી સન્માનિત કરાયા હતા, તે ઉપરાંત મહેતા ચાંદની અને મંઘા પ્રિયંકા આ બંનેને પણ સર્ટીફીકેટ આપી પુરસ્કૃત કરાયા હતા.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.