પોલીસકર્મી પર સામાન્ય બાબતે જીવલેણ હુમલો કરી અને લુંટ ચલાવનાર ત્રણ સામે ગુન્હો દાખલ

ગતમોડીરાતની ઘટના...

પોલીસકર્મી પર સામાન્ય બાબતે જીવલેણ હુમલો કરી અને લુંટ ચલાવનાર ત્રણ સામે ગુન્હો દાખલ

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરના સીટી એ ડીવીઝન પોલીસ મથક હેઠળ ફરજ બજાવતા એક પોલીસકર્મી પર ગતરાત્રીના બનેલ લુંટ અને જીવલેણ હુમલાની ઘટનાએ શહેરભરમાં ભારે ચકચાર જગાવી દીધી છે, વાત એવી છે કે સીટી એ ડીવીઝન પોલીસ મથક હેઠળ ફરજ બજાવતા પોલીસકર્મચારી પરેશભાઈ ખાણધર ખંભાળિયા ગેટ વરુડી હોટેલ નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ત્યાંથી સાહીદ ખફી, નિયામત ખેરાણી અને ફૈઝલ છ્નીન પણ ત્યાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પોલીસકર્મી પરેશભાઈએ બાઈક સંભાળીને ચલાવવા બાબતે ત્રણેય શખ્સોને કહેતા સાહીદ નામનો શખ્સ તો એકદમ ઉશેક્રાઈ ગયો હતો, અને પોતાના હાથમાં રહેલ મૂંઠ વડે પરેશભાઈને માથામાં મારી અને જીવલેણ હુમલો કર્યો હતો, જે બાદ નિયામત નામના શખ્સે પણ પરેશભાઈ ને ઢીકાપાટુનો મારી માર્યો હતો અને ફૈઝલે તો પરેશભાઈની ગળામાં રહેલ અંદાજે ૬૦,૦૦૦ ની કિમતના ચેઈન ની લુંટ કરી હતી,

ગતરાત્રીના પોલીસકર્મી પર આ રીતે લુંટ અને જીવલેણ હુમલાના બનાવને પગલે સીટી ડીવાયએસપી એ.પી.જાડેજા સહિતનો કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો,જ્યા પોલીસકર્મી પરેશભાઈની ફરિયાદને આધારે ત્રણયે શખ્સો સામે હત્યાની કોશિશ,લુંટ,વગેરે કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે, તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પરેશ ખાણધરની હાલ સારવાર ચાલી રહી છે.