મહિલાને ૫૦ વર્ષની ઉંમરે થયો પ્રેમ પછી...

જાણો શું છે કિસ્સો..?

મહિલાને ૫૦ વર્ષની ઉંમરે થયો પ્રેમ પછી...
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-અમદાવાદ:

કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી, તેવામાં એક ૫૦ વર્ષની મહિલાએ યુવક પર ભરોસો કરીને પ્રેમસંબંધ બાંધ્યો હતો અને બંને પ્રેમમાં એટલા બધા આગળ વધી ગયા કે આ મહિલાએ તેનું સર્વસ્વ સોંપી દીધું અને આ મહિલા સાથે લગ્નની લાલચ આપીને યુવકે શરીરસંબંધ બાંધીને તેનો વિડિયો ઉતાર્યો હતો. પરંતુ પાછળથી મહિલાને ખબર પડી કે યુવક પરિણીત છે એટ્લે સંબંધ તોડી નાખ્યા હતા,પણ યુવકે બ્લેકમેલિંગ કરીને આ મહિલાનો વિડીયો વાઇરલ કરી પરેશાન કરી મુકતા મામલો અમદાવાદ પોલીસ મથકે પહોંચ્યો છે, 

આ કિસ્સાની વાત જાણે એમ છે કે અમદાવાદમાં રહેતા નરેન્દ્ર નામનો યુવક ૫ વર્ષ પહેલા ભોગ બનનાર મહિલાના સંપર્કમાં આવ્યો હતો અને ધીમે-ધીમે બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. નરેન્દ્રએ મહિલાને લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધ્યો હતો અને મહિલા સાથે મજા માણતા વીડિયો પણ ઉતાર્યા હતા.

થોડા મહિના પહેલા મહિલાને જાણ થઈ કે તેનો પ્રેમી નરેન્દ્ર પરિણીત છે અને તેના બે બાળકો પણ છે. જેથી મહિલાએ તેના સાથે સંબંધો તોડી દીધા અને તેના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધુ હતું. જેથી પ્રેમીએ ઉશ્કેરાઈને મહિલાનું ડમી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. અને તેની પાસે બ્લેકમેઈલ કરીને 2 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. આટલું જ નહીં પ્રેમીએ મહિલાના બીભત્સ વીડિયો ફેસબુક પણ વાઈરલ કર્યા હતા. અને ધમકી આપતા અંતે ૫૦ વર્ષીય મહિલાએ કંટાળીને તેના બોયફ્રેંડ સામે દુષ્કર્મ આચર્યાની શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.