૧૦ ફૂટ લાંબો..૨૨ કિલોના વજન ધરાવતા અજગરનું વનવિભાગે કર્યું રેસ્ક્યુ..
સમાન્ય રીતે બરડા ડુંગરમાં જોવા મળે છે આવા અજગર

mysamachar.in-
જામનગર કાલાવડ હાઈવે પર આવેલ પસાયાબેરાજા ગામ નજીક ગઈકાલે સાંજે રસ્તા પરથી વાડી વિસ્તામાં ઘૂસ્યો હોવાની માહિતી ગામના સરપંચ દ્વારા વનવિભાગને કરવામાં આવતા જામનગર વનવિભાગની ટીમના આરએફઓ પી.એન.જોશી,ભરતસિંહઝાલા તેજસ્ નકુમ સહિતની ટીમ રાત્રીના પસાયા બેરાજા ગામે પહોચી હતી અને ત્યાં અજગરનું રેસ્ક્યુ કર્યું હતું,
વનવિભાગને મળી આવેલ અજગર વિષે જાણવા મળતી માહિતી પ્રમાણે આ પ્રકારનો અજગર સામાન્ય રીતે લાલપુર,ભાણવડ આસપાસના બરડાડુંગરમાં જ જોવા મળતો હોય છે પણ ગઈકાલે આ અજગર પસાયાબેરાજા નજીક પહેલીવખત જોવા મળ્યો હતો...મળી આવેલ અજગરની લંબાઈ ૧૦ ફૂટ અને વજન ૨૨ કિલો જેટલું હોવાનું જાણવા મળે છે ,ગઈકાલે જયારે અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ત્યારે ગ્રામજનો ના ટોળા જોવા મળ્યા હતા.