કાલાવડમાં પૂર્વ સરપંચ સહિત ૮ શખ્સો પાના ટીચતા ઝડપાયા

LCBએ પાડ્યા દરોડા

કાલાવડમાં પૂર્વ સરપંચ સહિત ૮ શખ્સો પાના ટીચતા ઝડપાયા

Mysamachar.in-જામનગર:

જામનગર LCBએ કાલાવડ તાલુકાના માખાકરોડ ગામની સીમમાં દરોડા પાડીને જાહેરમાં જુગાર રમતા પૂર્વ સરપંચ સહિત આઠ શખ્સોને અડધા લાખની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા કાલાવડ પંથકમાં આ જુગારને લઈને ચર્ચા જાગી છે,

LCBએ પાડેલા જુગારના દરોડાની મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના માખાકરોડ ગામની સીમરા વાડી સીમમાં જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમતા માખાકરોડના સુરેશ પાંચાભાઈ ભુવા, નારણ કડવાભાઇ અકબરી,રાજકોટના હારુન અબ્દુલ માણસી,જનકપુરી ઉર્ફે પીન્ટુ જગદીશભાઈ ગૌસ્વામી,હરપાલસિંહ ચંદુભા જાડેજા,જામનગરના મગન પોપટભાઈ દવે,દિપક ઉર્ફે કોટીયો હસમુખભાઇ કોટેચા અને કાલાવડના મોસીમ સલીમભાઈ ફુલાણી નામના કુલ ૮ શખ્સો ને રોકડા ૫૨૧૫૦, બે ફોરવ્હીલ મળીને કુલ ૩લાખના પરના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા,

LCBના આ દરોડા દરમ્યાન પૂર્વ સરપંચ સહિત ૮ શખ્સો જાહેરમાં જુગાર રમતા ઝડપી લેવામાં આવતા ચકચાર જાગી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.