ક્રાઇમ પેટ્રોલનો એપિસોડ જોઇ કિશોરીએ ઘડ્યો આવો માસ્ટર પ્લાન

પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઇ

ક્રાઇમ પેટ્રોલનો એપિસોડ જોઇ કિશોરીએ ઘડ્યો આવો માસ્ટર પ્લાન
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-જૂનાગઢઃ

ટીવી પર આવતી સીરિયલોની બાળકો પર કેવી વીપરીત અસર થયા તેનો દાખલો આપતી ઘટના જૂનાગઢમાં બની છે. ક્રાઇમની ઘટનાઓ પર આધારિત આવતા ક્રાઇમ પેટ્રોલ પોગ્રામમાંથી પ્રેરણા લઇને ધોરણ 8માં ભણતી વિદ્યાર્થિનીએ એવો તે પ્લાન ઘડ્યો કે પરિવારજનો અને પોલીસ ટીમ દોડતી થઇ હતી.શહેરમાં રહેતી ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યર્થિનીએ ઘરે આવી પિતાને કહ્યું કે સ્કૂલેથી પરત આવતી વખતે રિક્ષા ચાલકે તેનું બળજબરીથી અપહરણ કરી ભવનાથ જંગલમાં લઇ જઇ બિભત્સ ચેનચાળા કર્યા, આ વાત સાંભળી ડરી ગયેલા પિતા કિશોરીને લઇ સી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા, જ્યાં સમગ્ર હકિકત જણાવી હતી, બાદમાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યું હતો, પરંતુ તપાસ દરમિયાન બીજી જ હકિકત જાણવા મળી હતી.

કિશોરી અને તેના પિતાની વાત સાંભળી પોલીસ અધિક્ષક અને DySP સહિતનો સ્ટાફ સતર્ક થઇ ગયો અને તપાસનો દોર શરૂ કર્યો. જેમાં એક પછી એક સીસીટીવી ચેક કરવાથી લઇને અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી. જો આ દરમિયાન પોલીસે કિશોરીને શાંતિથી સમજાવી વિગતો જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંતે કિશોરી સાચુ બોલી દીધું. જેમાં તેણીએ જણાવ્યું કે બે દિવસથી પોતે લેશન કર્યું ન હતું અને શાળાએ પણ ગયેલ ન હોવાથી માતા-પિતા ઠપકો આપશે તેવા ડરથી અપહરણની સ્ટોરી બનાવી હતી. તેને આવી સ્ટોરી બનાવવાનો આઇડિયા ટીવી પર આવતા ક્રાઇમ પેટ્રોલ પોગ્રામમાંથી આવ્યો હોવાનું જણાવ્યું હતું. કિશોરીની વાત સાંભળી પોલીસ ટીમ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો સાથે થોડીવાર વિચારતા કરી મૂક્યા હતા. જો કે શહેર પોલીસે જાહેર જનતાને અપીલ પણ કરી કે તેઓ પોતાના બાળકોને સ્કૂલે લઇ જતા વાહનોની વિગત હાથવગી રાખવી જેથી ગંભીર ઘટના બનતા અટકાવી શકાય.