હસન સફીનને જામનગર સહિત 8 IPSનું એએસપી તરીકે પોસ્ટિંગ

2018ની બેચના 8 IPSનું પ્રથમ પોસ્ટિંગ

હસન સફીનને જામનગર સહિત 8 IPSનું એએસપી તરીકે પોસ્ટિંગ

Mysamachar.in-ગાંધીનગરઃ

રાજ્યમાં 2018ની બેચના કુલ 8 IPSને પ્રોબેશનર ASP તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. આ 8 IPSમાં હસન સફીન મુસ્તુફાઅલીને જામનગર, પુજા યાદવને પંચમહાલ, વિકાસ સુંદાને વડોદરા ગ્રામ્ય, શૈફાલી બરવાલને સુરેન્દ્રનગર, સુશીલ અગ્રવાલને અમરેલી, લવીના સિન્હાને સાબરકાંઠા અને અભય સોનીને બનાસકાંઠા, ઓમ પ્રકાશ જાટને વલસાડમાં પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. પોસ્ટિંગ પહેલા તમામ પ્રોબેશનર IPS ઓફિસરોએ સીનિયર ઓફિસરોની હાજરીમાં અમદાવાદ પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી હતી. અમદાવાદ પોલીસ કમિશનરે તમામને જે તે જિલ્લાની ભૌગોલિક સ્થિત તથા લો એન્ડ ઓર્ડર અંગે માર્ગદર્શન અને સફળ કારકિર્દી અંગે શુભકામના પાઠવી હતી.