ગામના NOC ચેક કરવા જતી મનપાની ભંગાર લીફ્ટમાં 7 લોકો ફસાઈ ગયા...

વારંવારની દુવિધા છતાં નિરાકરણ નહિ

ગામના NOC ચેક કરવા જતી મનપાની ભંગાર લીફ્ટમાં 7 લોકો ફસાઈ ગયા...

Mysamachar.in-જામનગર

ફાયર સેફટી સહિતના મુદ્દે ગામ આખાના NOC ચેક કરવા જતી મહાનગરપાલિકાની લીફ્ટનું કામ જ ભંગારીયુ છે, જ્યારથી અહી લીફ્ટ નાખવામાં આવી છે ત્યારથી કોણ જાણે શું પ્રશ્ન છે વારંવાર લીફ્ટ બંધ થઇ જવાથી લોકો ફસાઈ જાય છે, અને બાદમાં તેને બહાર કાઢવામાં આવે છે, કોઈક દિવસ આ ભંગાર લીફ્ટને કારણે કોઈ જાનહાની કે થશે તો કોણ જવાબદાર...? આજે પણ આ ભંગાર લીફ્ટમાં સાત લોકો મીનીટો સલવાઈ ગયા...જામનગર મહાનગરપાલિકામાં એક થી ત્રણ માળની આવેલી લીફ્ટમાં આજે વધુ એકવાર સાત જેટલા નાગરિકો લિફ્ટમાં ફસાયા હતા.

જેને લઇ અડધો-પોણો કલાક જેટલી કામગીરી બાદ આ તમામ નાગરિકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી હશે તે જાણવા મળતી વિગત અનુસાર કોર્પોરેશનમાં આવેલી એક થી ત્રણ માળ તેમજ બે થી ચાર મારે લિફ્ટ વારંવાર કોઈપણ કારણોસર અથવા ટેકનીકલ કારણોસર બંધ થઈ જતી હોય છે, ચર્ચા તો એવી છે કે લીફ્ટ મેન્ટેનન્સના ખર્ચા તો ઉધારવામાં આવે છે પણ મેન્ટેનન્સ થતું નથી, જેને લઇ અરજદારો નાગરિકો તેમજ બીજા અધિકારીઓને અવાર-નવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે, આજે પણ આ ઘટનાનું પુનરાવર્તન થયું જે તંત્ર માટે શરમજનક છે.