જામનગરના અલીયા ગામ નજીક થઇ લાખોની લુંટ

ગણતરીની મિનિટોમાં પોલીસને મળી સફળતા 

જામનગરના અલીયા ગામ નજીક થઇ લાખોની લુંટ

Mysamachar.in-જામનગર:

જામનગર ના અલીયા ગામ નજીકથી  આજે સાંજે એક ખેડૂત પોતાની સાથે અંદાજે ૭ લાખ જેટલી રોકડ રકમ લઇ અને પસાર થઇ રહ્યા હતા ત્યારે બે જેટલા શખ્સોએ આવી અને તેની પાસે રહેલ રોકડ લુંટી અને નાશી ગયાની જાણ પોલીસકંટ્રોલરૂમ ને કરવામાં આવતા એસ.પી.શરદ સિંઘલે તાત્કાલિક ટીમો દોડાવીને સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરાવી અને એલસીબી એસોજી સહિતની ટીમો કામે લગાડી હતી, અને પોલીસને સફળતા મળી છે અને લુંટ કરનાર બન્ને શખ્સોને મુદ્દામાલ સાથે શેઠવડાલા નજીકથી શેઠ વડાલા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.અને આમ થયેલ લુંટનો ભેદ ગણતરીની મિનિટોમાં જ પોલીસે ઉકેલી નાખ્યો છે.અને જામનગર પોલીસને ઝ્બરી સફળતા મળી છે.આ સમગ્ર ઘટનાક્રમ ને એલસીબી પી.આઈ.કે.કે.ગોહીલે ટેલીફોનીક વાતચીતમાં સમર્થન આપ્યું છે.