Mysamachar.in-જામનગર
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સંચાલિત અંડર-19 ડોમેસ્ટીક વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ તા. 20-09-2021 થી સુરત ખાતે રમાશે. જેમાં જામનગર ડિસ્ટ્રીક્ટ ટીમની 7 બાળાઓ સૌરાષ્ટ્ર (SCA)ની ટીમમાં પસંદગી પામેલ છે. મહિલા ક્રિકેટ ટીમમાં આ ઘટના પ્રથમ વખત બનેલ છે કે એક સાથે જામનગરની 7 બાળાઓને સ્થાન મળેલ છે. જે જામનગરવાસીઓ માટે ગૌરવની વાત છે. આ દરેક વુમન્સ ખેલાડી જામનગર સબ કોચિંગ સેન્ટરમાં તાલીમ લઇ રહેલ છે.