7 દિવસનું બાળક ગુમ થઇ જતા પોલીસ અને પરિવાર ધંધે લાગ્યા 

કઈ રીતે ગુમ થયું તેનો તાગ મેળવવા પોલીસ કામે લાગી 

7 દિવસનું બાળક ગુમ થઇ જતા પોલીસ અને પરિવાર ધંધે લાગ્યા 

Mysamachar.in-વડોદરા

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ નજીક લીલોરા ગામે માતાની સાથે સૂતેલા 7 દિવસના નવજાત બાળક ગુમ થઇ જતાં પરિવારે શોધખોળ કર્યા બાદ પણ બાળક ના મળી આવતા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા બાળકને શોધવા માટે ડોગ-સ્ક્વોડ અને FSL સહીત અલગ અલગ ટીમો બનાવી કામે લગાડાઈ છે,પૂનમભાઇ ટીનાભાઇ દેવીપૂજકનાં પત્ની સંગીતાબેને 15 ઓક્ટોબરના રોજ બાળકને જન્મ આપ્યો હતો. 16 ઓક્ટોબરના રોજ સાંજે સંગીતાબેનને રેફરલ હોસ્પિટલમાંથી રજા મળતાં પોતાના ઘરે આવ્યાં હતાં. આ દરમિયાન રાત્રિના બે વાગ્યાની આસપાસ તાજું જન્મેલું 7 દિવસનું બાળક માતાએ પોતાની પથારીમાં ન જોતાં હચમચી ઊઠયાં હતાં. સંગીતાબેનને અગાઉની ડિલિવરીમાં એક અઢી વર્ષની બાળકી છે, હાલ તાજું જન્મેલું 7 દિવસનું બાળક રાત્રિના સમય દરમિયાન ગુમ થઇ જતાં પરિવાર ચિંતામાં ગરકાવ થયો છે,

 

પોતાના પિતાના ઘરના આગળના ભાગે કાચા ઝૂંપડામાં ખાટલા પર નવજાત બાળક સાથે સૂતા હતા.એ વખતે તેમની માતા પણ નજીકમાં સૂતી હતી. રાતે દોઢ વાગ્યાની આસપાસ તેમનું બાળક જાગી ગયું હતું. જોકે, બાળક સૂઇ ગયા બાદ તેઓ પણ સૂઇ ગયાં હતાં. રાતે 2 વાગ્યાની આસપાસ તેમણે પડખું ફેરવી હાથ ફેરવતાં બાળક મળી નહોતું, જેથી માતાએ બાળક મળતું ન હોવાની જાણ પરિવારને કરી આસપાસ શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં બાળકનો કોઈ પતો ન મળતાં આખરે પોલીસને જાણ કરાઇ હતી.બાળકના અપહરણની જાણ થતાં જ વાઘોડિયા પોલીસે બાળકની શોધખોળ શરૂ કરી હતી.