વાઘેલા જૂથના સભ્યોની સિક્રેટ મિટીંગ કે સૌજન્ય મુલાકાત.!!!

વાઘેલા જૂથ ના સભ્યોની મીટીંગ લોકસભાની ચુંટણી નજીક આવતા સમયે સુચક માનવામા આવી રહી છે

વાઘેલા જૂથના સભ્યોની સિક્રેટ મિટીંગ કે સૌજન્ય મુલાકાત.!!!

કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા શંકરસિંહવાઘેલા જૂથના સભ્યોની એક બંધ બારણે બેઠક તાજેતરમાં જ ગાંધીનગર સર્કિટહાઉસ ખાતે મળી હતી.જેવી આ બેઠક મળી કે ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત નવો સળવળાટ જોવા મળ્યો છે..ઓગસ્ટ-૨૦૧૭ એટલે કે વિધાનસભાની ચૂંટણી પૂર્વ રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસની સાથે છેડો ફાડીને શંકરસિંહ વાઘેલા જુદા પડ્યા હતા.તેમની સાથે અન્ય ૧૪ જેટલા ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. હવે આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે શંકરસિંહ વાઘેલા જૂથ ના સભ્યોની મીટીંગ લોકસભાની ચુંટણી નજીક આવતા સમયે સુચક માનવામા આવી રહી છે..પણ જે નેતાઓ આ બેઠકમાં હતા તેવો એ આ કોઈ ખાનગી મીટીંગ નહિ પરંતુ સૌજન્ય મુલાકાત હોવાનું જણાવ્યું છે..હવે ખરેખર જ આ કોઈ સૌજન્ય મુલાકાત હતી કે પછી સિક્રેટ મીટીંગ તે તો આવનાર સમયનું રાજકીયચિત્ર જ સ્પષ્ટ કરશે..