Mysamachar.in-જામનગર:
આજના સમયમાં સોશ્યલ મીડિયાનો જેટલો સદુપયોગ છે તેનાથી વધુ તેનો દુરુપયોગ કરનારાઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે જે ચિંતાજનક છે.જામનગરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પોતાની દીકરીની ઉમરની યુવતીઓને જાળમાં ફસાવી બ્લેકમેઈલ કરનાર 63 વર્ષીય વૃદ્ધને જામનગર સાઈબર ક્રાઈમ ટીમે ઝડપી પડ્યો છે, આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામનો એક વૃદ્ધ સોશ્યલ મીડિયા પર ફેક આઈડી બનાવી કોલેજ જતી યુવતીઓના ન્યુડ ફોટો મેળવી તેને યેનકેન પ્રકારે બ્લેકમેઈલીંગ કરતો હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસની ટીમને મળી હતી જેને લઈને જામનગર સાયબર ક્રાઇમની ટીમે આ અંગે સઘન ટેકનીકલ સર્વેલન્સ કરી એક વૃદ્ધને ઉઠાવી લેતા કેટલાક ચોકાવનારા ખુલાસાઓ થયા છે.
જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં રહેતા રસીકલાલ નારણભાઈ વડાલીયાની 63 વર્ષની ઉંમર છે. શાતીર દિમાગ આ વૃદ્ધ રસીકલાલે જુવાનીયાઓની જેમ ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી અને તેના માધ્યમથી પોતાની દીકરીની ઉંમરની યુવતીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કેળવતો અને બાદમાં યુવતીઓના અશ્લીલ ફોટો અને વીડિયો મેળવી પોતાના મોબાઈલમાં સેવ કરી લેતો હતો.રસીકલાલ ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી યુવતીઓને પોતાની જાળમાં ફસાવતો. ત્યારબાદ જો યુવતી મિત્રતા તોડવાની વાત કરે તો યુવતીના છુપી રીતે સેવ કરી લીધેલા અશ્લીલ ફોટો મોકલી બ્લેકમેઈલ કરતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
ફેક આઈડી બનાવીને વૃદ્ધ શખ્સ દ્વારા કોલેજ જતી યુવતીઓ સાથે મિત્રતા કરી વિશ્વાસમાં લઈને ન્યુડ કોલિંગ કરાવી ફોટોની નકલ રાખી બ્લેકમેલ કરતો હોવાની જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને ફરિયાદ મળી હતી. યુવતી સંબંધ તોડી નાખવાનું કહે તો તેના અંગત ફોટા સગા સંબંધીઓમાં વાઈરલ કરીને સમાજમાં બદનામ કરવાની ધાક ધમકી આપતો હતો. આરોપી રસીકલાલની ધરપકડ કર્યા બાદ પોલીસે તેનો મોબાઈલ કબજે લઈ તપાસ કરતા તેમાંથી ત્રણ કોલેજિયન યુવતીઓના અશ્લીલ ફોટો મળી આવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
રસીકલાલ નામનો આરોપી કોલેજિયન યુવતીઓને ફસાવવા માટે જે મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતો હતો તે જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફેક આઈડી બનાવી જેના પરથી કાલાવડ અને જામજોધપુર તાલુકાની છોકરીઓના આઈડી શોધી તેમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલતો હતો, અને મિત્રતા પછી તેમને પ્રેમજાળમાં ફસાવી છોકરીઓના અશ્લીલ વીડિયો-ફોટો મંગાવી સેવ કરી તથા સગા સંબંધીને મોકલાવી વાઈરલ કરી સમાજમાં બદનામ કરવાની ધાક ધમકી આપતો હતો આવી કેટલી કોલેજીયન છોકરીઓ આ ઢગાના બ્લેકમેઈલીંગનો શિકાર બની છે તેની વિશેષ પુછતાછ માટે પોલીસે તેની રીમાન્ડની માંગની કરી છે.