છેલ્લા 24 કલાકમાં જોડીયાના બાલંભામાં 6 ઈંચ તો આજે સવારે 10 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ જાણો..
સચોટ આકડાઓ એક માત્ર અહી

Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાં આજે સવારથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, તો આજે સવારે 6 વાગ્યા સુધીમાં પાછલા 24 કલાકના ગ્રામીણ વિસ્તારના આંકડાઓ પર નજર કરવામાં આવે તો જોડીયા તાલુકાના બાલંભામાં સૌથી વધુ 6 ઈંચ, પીઠડમાં 2 ઈંચ, ધ્રોલના લતીપુરમાં સવા બે ઈંચ, જાલીયા દેવાણી અને લેયારામાં એક એક ઈંચ, તો કાલાવડ તાલુકાના નિકાવા, ખરેડી, મોટા વડાળા, નવાગામ, મોટા પાંચદેવડામાં એક એક ઈંચ, જયારે જામજોધપુરના ધ્રાફા અને પરડવામાં એક એક ઈંચ વરસાદ નોંધાયો છે.
આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં જામનગર જિલ્લામાં પડેલ વરસાદના આંકડાઓ
જામનગર શહેર-10મીમી
ધ્રોલ-10મીમી
જોડિયા-20મીમી