જેલમાંથી 6 એન્ડ્રોઈડ અને 3 કીપેડવાળા ફોન ચેકિંગ દરમિયાન મળી આવ્યા

જેલ કે જલસા કેન્દ્ર.?

જેલમાંથી 6 એન્ડ્રોઈડ અને 3 કીપેડવાળા ફોન ચેકિંગ દરમિયાન મળી આવ્યા
symbolic image

Mysamachar.in-જૂનાગઢ

જૂનાગઢ જિલ્લા જેલમાંથી અમદાવાદના જેલર ગૃપ 2 ઝડતી સ્કોડે જૂનાગઢ જેલમાં ઝડતી લીધી હતી. ત્યારે સર્કલ નંબર 1ની ખોલીમાંથી 6 એન્ડ્રોઇડ ફોન, 3 કીપેઇડ ફોન, 11 સિમ કાર્ડ અને 1 મેમરી કાર્ડ મળી આવેલ હતા. વધુ એક વખત જૂનાગઢ જિલ્લા જેલમાંથી 9 મોબાઈલ ઝડપાયા, આ વખતે જેલ ઝડતી સ્કવોડના ચેકિંગ દરમિયાન 6 એન્ડ્રોઈડ અને ત્રણ સાદા મોબાઇલ મળી આવ્યા હતા, જેલની અંદર બાથરૂમની બાજુમાં પ્લાસ્ટિકની થેલીમાં અને માતાજીના ફોટા પાછળ છૂપાવવામાં આવેલ મોબાઈલ કબજે કરી 5 કાચા કામના કેદીઓ સહીત અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.