ગુજરાતમાં ડ્રેનેજ વોટર રિ-સાઇકલિંગ પોલીસી અમલી બનશે-વિજય રૂપાણી

ગટરના ગંદા પાણીને શુદ્ધ કરી ખેતી, ઉદ્યોગો તેમજ બાંધકામ ક્ષેત્રે ઉપયોગ કરવામાં આવશે

ગુજરાતમાં ડ્રેનેજ વોટર રિ-સાઇકલિંગ પોલીસી અમલી બનશે-વિજય રૂપાણી

રાજ્યના મુખ્યમંત્રી વિજયરૂપાણી એ ગઈકાલે વડોદરાની મુલાકાત પહોચ્યા હતા..જ્યાં તેવોએ ૩૨૨ કરોડના વિવિધ વિકાસના કામોના લોકાર્પણ કર્યા હતા.લોકાર્પણ ના કાર્યક્રમો દરમિયાન એક મહત્વની જાહેરાત કરતાં વિજયરૂપાણી એ જણાવ્યું હતું કે રાજ્યમાં જળસંચય-જળસંગ્રહની ક્ષમતા વધારવા માટે રાજ્ય સરકાર આવનાર સમયમાં ડ્રેનેજ વોટર રિ-સાઇકલિંગ પોલીસી જાહેર કરાશે. જેના દ્વારા ગટરના ગંદા પાણીને શુદ્ધ કરી ખેતી, ઉદ્યોગો તેમજ બાંધકામ ક્ષેત્રે ઉપયોગ કરવામાં આવશે.આ પોલીસી લાગુ થતા ની સાથે વપરાશી પાણીનો મોટો ઉપયોગ ઘટશે અને વહી જતા ગંદાપાણીનો સદઉપયોગ થકી પાણીનો મોટો બચાવ પણ થઇ શકશે.