જામનગરના 3 શખ્સો વલસાડ નજીકથી 58 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપાયા

ડ્રગ્સના જથ્થાની કીમત કરોડોમાં થાય

જામનગરના 3 શખ્સો વલસાડ નજીકથી 58 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપાયા
symbolic image

Mysamachar.in-વલસાડ

રાજ્યમાં દારુ ઉપરાંત નશીલા મોંઘાદાટ દ્રવ્યો ઘુસવા લાગ્યા છે, એવામાં જામનગરના ત્રણ શખ્સો વલસાડ ડુંગરી પોલીસની ટીમ વાઘલધરા ચેકપોસ્ટ ઉપર મંગળવારે મોડી રાત્રે વાહન ચેકીંગ કરી રહી હતી તે દરમિયાન એક કાર રોકી તેની તલાશી લેતા તેમાંથી 58 ગ્રામ MD ડ્રગ્સ સાથે જામનગરના 3 શખ્સોને  ઝડપી પાડયા છે. વાહનચેકિંગ દરમિયાન મુંબઈ તરફથી આવતી એક કાર ન. GJ-06-DQ-8479 ઉપર પોલીસ જવાનોને શંકા જતા કારને અટકાવી ચેક કરતા કારમાંથી 58 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે જામનગર 3 ઇસમો રિઝવાન ડોચકી, મજીદ મકરાણી અને શાહજહાં બલોચની અટકાયત કરી હતી. ડુંગરી પોલીસની ટીમે પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે. કુલ 58 ગ્રામ એમ.ડી ડ્રગ્સ જેની કિંમત 5,83,600 અને કાર કિંમત 2 લાખ અને કુલ 7.94 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તમામ આરોપીની અટકાયત કરી વધુ તપાસ SOGની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.