રાજ્યમાં છેલ્લા 55 દિવસમાં 5756 કિલો ડ્રગ્સ પકડાયુ:ગૃહમંત્રી 

ગુજરાતમાં ડ્રગ્સ કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહિ આવે:હર્ષ સંઘવી 

રાજ્યમાં છેલ્લા 55 દિવસમાં 5756 કિલો ડ્રગ્સ પકડાયુ:ગૃહમંત્રી 
file image

Mysamachar.in-ગાંધીનગર:

રાજ્યમાં દારૂના નશા બાદ મોંઘો નશો એટલે કે વિવિધ પ્રકારના ડ્રગ્ઝના રવાડે કેટલાક શહેરોમાં યુવાધન અને માલેતુજાર લોકો ચઢી ગયા હોય તેમ એક બાદ એક જિલ્લાઓમાંથી ડ્રગ્ઝ ઝડપાઈ રહ્યા છે, ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે. ત્યારે આજે દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પણ મોટીમાત્રામાં ડ્રગ્સ પકડાયુ છે.

ડ્રગ્ઝના કેસો અંગેની માહિતી આપવા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આકરા શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, ગુજરાતમાં ડ્રગ્સ કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહિ આવેગુજરાતમાં સતત પકડાઈ રહેલા ડ્રગ્સના જથ્થા વિશે તેમણે જણાવ્યુ કે, ડ્રગ્સનું દૂષણ દુનિયામાં ઝડપથી વધી રહ્યુ છે. યુવાધનને ડ્રગ્સમાં ધકેલવા માટે માફિયાઓ અનેક ટ્રીક વાપરે છે.ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અનેક મહિનાઓથી ડ્રગ્સને ગુજરાતના ખૂણેખૂણેથી બહાર કાઢવા માટે સારી કામગીરી કરવામાં આવી રહી હતી. છેલ્લાં બે મહિનાથી રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા ડ્રગ્સ મામલે 58 કેસ કરવામાં આવ્યા છે. 90 થી વધુ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. હજી ડ્રગ્સ પેડલરને પકડવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લા 55 દિવસમાં 5756 કિલો ડ્રગ્સ પકડાયુ છે. અત્યાર સુધી 245 કરોડથી વધુનુ ડ્રગ્સ બે મહિનામાં પકડાયુ છે. જેમાં દ્વારકાનો આંકડો સામેલ નથી.

તેમણે વધુમાં કહ્યુ કે, ગત બે ત્રણ દિવસમાં ગુજરાત પોલીસની અલગ અલગ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે. માત્ર જિલ્લાની પોલીસ દ્વારા દ્વારકામાં આટલુ મોટુ કન્સાઈમેન્ટ પકડવુ એ પહેલી ઘટના બની છે. અમદાવાદ, સુરતમાં પેડલરની ધરપકડ કરાઈ છે. તો છોટાઉદેપુરમાં પણ ગાંજાની ખેતી પકડાઈ છે. ગુજરાત સરકાર દ્વારા ડ્રગ્સ માટે પોલિસી બનાવાઈ હતી, જેમાં આ સફળતા હાથ લાગી છે. તેવોએ અંતમાં કહ્યું કે ગુજરાતમાં ડ્રગ્સ કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહિ આવે.