નવા નીરના વધામણાંના તાયફા વચ્ચે કુદરત રૂઠે તો ભારે ફજેતી થાય

૨ જીલ્લાના માત્ર ૫ ડેમ ભરાયા

નવા નીરના વધામણાંના તાયફા વચ્ચે કુદરત રૂઠે તો ભારે ફજેતી થાય

mysamachar.in-જામનગર-દેવભૂમિ દ્વારકા
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  અપુરતા પડેલ વરસાદના કારણે કુલ ૪૧ ડેમોમાંથી માત્ર ૫ ડેમમાં જ  નવા નીર ની આવક આવતા સિંચાઈ અને પીવાના પાણીમાં જો વરસાદ ના વરસે તો આગામી દિવસોમાં કફોડી સ્થિતિ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે,

જામનગર જિલ્લામાં એકબાજુ સિઝનનો સરેરાશ ૫૦% જેવો અપુરતો કહી શકાય તેવો વરસાદ નોંધાયો છે,ત્યારે ખેડૂતોમાં ચિંતા જન્મી છે,અપૂરતા વરસાદના કારણે જામનગર જિલ્લામાં આવેલ ડેમોમાંથી માત્ર પન્ના,ફુલઝર,ઉંડ-૩ અને બાલંભડી,  ૧૦૦% પાણીની આવક થયેલ છે,અન્ય 22 ડેમોમાં અપૂરતો પાણીનો જથ્થો હોવાના કારણે જો હજુ પણ મેઘરાજા જામનગર પર મહેર ના કરે તો આગામી ઉનાળામાં પીવાના પાણીની અને સિંચાઈમાં પણ મુશ્કેલી પડે તેમ છે,જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અપૂરતા વરસાદના કારણે ડેમોની સ્થિતિ જોતા ૧૫ ડેમોમાંથી માત્ર એક સિંહણ ડેમમાંજ ૧૦૦% નવા નીરની આવક થવા પામેલ છે, 

આમ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે સિઝનમાં પડેલ અત્યાર સુધીના અપૂરતા વરસાદના કારણે ડેમોમાં પૂરતા પ્રમાણમાં પાણીની આવક ન થતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે, અને હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ જોતા આગામી ૫થી૭ દિવસ સુધી વરસાદની સિસ્ટમ સક્રિય નથી પણ પછી કદાચ સિસ્ટમ સક્રિય બને તો જામનગર અને દેવભૂમિદ્વારકા ને મોટો ફાયદો થાય તેમ છે

એવામાં જામનગર જિલ્લાના ઉત્સાહી પદાધિકારીઓના જળ પૂજન અને નવા નીર ના વધામણાના તાયફા વચ્ચે જો હવે વરસાદ ખેંચાઈ તો ભારે ફજેતી થાય તેમ છે.