કર્મા એજ્યુકેશન દ્વારા રાજ્યમંત્રીના હસ્તે 50 પક્ષીઓને મુક્ત કરાવવામાં આવ્યા

કર્મા એજ્યુકેશન દ્વારા રાજ્યમંત્રીના હસ્તે 50 પક્ષીઓને મુક્ત કરાવવામાં આવ્યા

Mysamachar.in-જામનગર

કર્મા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 2021 ના પ્રથમ દિવસ એટલે કે 01 જાન્યુઆરીના રોજ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે પિંજરામાંના 50 પક્ષીઓને આઝાદ કરવામાં આવ્યા કે જેથી તેઓ મુક્તપણે આકાશમાં વિહરી શકે. આ સાથે જ ટ્રસ્ટના પ્રમુખ રૂષિતા સોની, ઉપપ્રમુખ પ્રાચી કિરકોલ, શહેર ભાજપમંત્રી પરેશભાઈ દોમડીયા, વગેરેએ માનવજીવનને પણ કોરોનાના કપરા કાળમાંથી મુક્તિ અપાવવા ઈશ્વરને પ્રાર્થના કરી હતી.