માત્ર તૈયાર કપાસની કરતા ચોરી, 16 સ્થળોએથી કપાસની ચોરી કરનાર 5 ઈસમો ઝડપાયા

છેલ્લા કેટલાક સમયથી વધી હતી ચોરીની ફરિયાદ 

માત્ર તૈયાર કપાસની કરતા ચોરી, 16 સ્થળોએથી કપાસની ચોરી કરનાર 5 ઈસમો ઝડપાયા

Mysamachar.in-બોટાદ:

ખેડૂતો દ્વારા મહા મહેનતે પકવેલા તૈયાર કપાસની ચોરી કરનાર ગેંગને ગઢડા પોલીસે ઝડપી લઈ 16 કરતા વધુ સ્થળોએ થયેલ કપાસની ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ ગેંગની પૂછપરછ દરમિયાન તેમણે બોટાદ અને ભાવનગર જિલ્લાના ગઢડા, ઉમરાળા, વલ્લભીપુર તાલુકાના અલગ અલગ વિસ્તારમાંથી કુલ-16 જગ્યાએથી કપાસની ચોરી કરી હોવાનું ખુલ્યું છે. જ્યારે પોલીસે તેમની પાસેથી પીકપ વાહન તેમજ 1.56 લાખ રોકડા સાથે ગઢડા પોલીસે ઝડપી લીધા અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.ભાવનગર અને બોટાદ પોલીસ દ્વારા ચોરી તેમજ મિલકત સબંધી ભવિષ્યમાં કોઇ ગુનાઓ ન બને અને બનેલ ગુનાઓ શોધી કાઢવાની આપેલ સુચનાને આધારે જિલ્લામાં પોલીસ દ્વારા સતત પેટ્રોલીગ કરવામાં આવતું હતું. વાહન ચેકીગ કરવામાં આવી રહ્યા છે  ત્યારે ગઢડા પોલીસ સ્ટેશનનાં સ્ટાફ તા. 04/01/2022 નાં રોજ ગઢડા અડતાળા રોડ પર પોલીસ વાહન ચેકિંગ કામગીરીમાં હતા ત્યારે બાતમી મળેલ કે એક પીકઅપ વાહન છે  જેનો ઉપયોગ કપાસની ચોરીમાં થઇ રહ્યો છે. અને તેમાં બેસેલા શખ્સો દ્વારા કપાસ ચોરવાનું કામ કરવામાં આવી રહ્યું છે,

આ બાતમીને આધારે પીકઅપ વાહન આવતું જોઇને પોલીસે તેને રોકી ચેકિંગ કર્યું હતું. જેમાં બેસેલ પાંચ શખ્સોની અલગ અલગ યુક્તિથી પૂછપરછ કરાતા પાંચેય ઇસમોએ કપાસની ચોરી કરતા હોવાની કબુલાત  કરી લીધી હતી. આ સમયે પોલીસે જે પીકઅપ વાહન રોક્યું હતું જેનો નંબર- GJ-04 W1012 છે. જ્યારે રોકડ રૂપિયા 1,56,000નો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો. આ પાંચેય શખ્સ દ્વારા કરવામાં આવેલી કબૂલાત મુજબ તેમણે અત્યાર સુધીમાં 16 સ્થળોએથી કૂલ 103 કપાસની ગાંસડીઓ ચોરી છે,