ધોળકા નજીક કાર-ટેન્કર વચ્ચે અકસ્માત,5 લોકોના મોત 

અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત 

ધોળકા નજીક કાર-ટેન્કર વચ્ચે અકસ્માત,5 લોકોના મોત 

Mysamachar.in-અમદાવાદ:

આજે વહેલી સવારે વધુ વધુ એક હાઈવે પર અકસ્માતની ઘટનામાં 5 લોકોની મહામુલી જિંદગી હોમાઈ ગઈ છે, અકસ્માતની પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર ખંભાતનો પરિવાર પાલિતાણાની પરિક્રમા કરીને પરત ફરી રહ્યો હતો, આ દરમિયાન ધોળકા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેન્કર સાથે અકસ્માત બાદ ઈકો કાર આગળના ભાગથી પડીકું વળી ગઈ હતી. અકસ્માતને પગલે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.કારનો ધોળકાની વટામણ ચોકડી પાસે ટેન્કર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતને પગલે પાંચ લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.