Mysamachar.in-અમદાવાદ:
ક્યારેક પોલીસને બગાસું ખાતા પતાસું મળી જાય આવું જ અમદાવાદમાં થયું છે, જેમાં એલ.સી.બીની ટીમે ધોળકા ખાતેથી ચોરીના 13 ટુ-વ્હીલર સાથે 4 જેટલા ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂપિયા 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને ઝડપી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એલ.સી.બીની ટીમને ધોળકા પાર્શ્વનાથ હોસ્પિટલ ત્રણ ખાતે ઊભી હતી. આ દરમિયાન બે એક્ટિવા પર 4 ઈસમો આવતાં તેમને અટકાવીને પૂછપરછ કરાઈ હતી. જેમાં તેઓ સંતોષકારક જવાબ ન આપી શકતા તેમની અટકાયત કરીને વધુ પુછપરછ કરવામાં આવી હતી. જેમાં આરોપીઓએ અમદાવાદ જિલ્લા તથા શહેરમાંથી 13 જેટલા એક્ટિવા/એક્સેસની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.
પોલીસની પૂછપરછમાં ઝડપાયેલા ઇસમોએ કબુલ્યું કે તેઓ એક્ટીવાએક્સેસ જે જગ્યાએ પાર્ક કરેલ હોય તે જગ્યાએ જઇ પહેલા ચેક કરતાં કે, સ્ટીયરીંગ લોક ખુલ્લુ છે કે નહી. જેનું સ્ટેયરીંગ લોક ખુલ્લુ હોય તેને દોરીને લઇ જતાં અને આગળ કોઇ હોય ના તે જગ્યાએ જઇ એક્ટીવા એક્સેસના સોકેટ ખોલી તેને ડાયરેક્ટ કરી ચાલુ કરી ચોરી કરતા હોવાનું જણાવ્યું હતું.પોલીસે 3.90 લાખની કિંમતના ટુ-વ્હીલર તથા મોબાઈલ ફોન મળીને કુલ 4 લાખની મતા આરોપીઓ પાસેથી કબજે કરી છે.