Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં એક જ પરિવારના બે દંપતીએ ખાનગી ફાયનાન્સ કંપની સાથે 43 લાખની છેતરપીંડી કરવા સબબની ફરિયાદ સી ડીવીઝનમાં નોંધાઈ છે. મણપ્પુરમ ફાઇનાન્સ લી. કંપનીમાં લીગલ મેનેજર તરીકે ફરજ બજાવતા વિનોદ નાનાજી કદમએ જામનગર સીટી સી ડીવીઝનમાં દીપક દીનેશભાઇ રામાણી, તરૂણકુમાર દીનેશભાઇ રામાણી, નેહાબેન દીપકભાઇ રામાણી રાખીબેન તરૂણકુમાર રામાણી વિરુદ્ધ જે ફરિયાદ નોંધાવી છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ચારેય આરોપીઓએ સાથે મળી ગુન્હાહીત કાવતરૂ રચી વાહનની માલીકી અને હાઇપોથીકેશન સંબંધીત નકલી દસ્તાવેજો બનાવી આવા દસ્તાવેજો નકલી છે તેમ જાણતા હોવા છતાં આવા દસ્તાવેજોનો ખરા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી કંપનીને આર્થીક હાલ આશરે રૂ.43,20,476/- નુકશાન પહોચાડ્યા સબંધની ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.