ઝડપાઈ ગેંગ જે બકરા ચોરી કરતી હતી 

આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી હતી રંઝાડ 

ઝડપાઈ ગેંગ જે બકરા ચોરી કરતી હતી 

Mysamachar.in-વડોદરા:

વડોદરા ના સાવલી નગરમાં મારુતિ ઝેનમાં બકરા ઉઠાવ ગીર ગેંગના 4 ચોરને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે,વડોદરાના સાવલી નગરમાં તેમજ તાલુકામાં વારંવાર બકરા તેમજ દુધાળા પશુઓની ચોરીની ઘટના બની રહી છે. જેમાં મોટાભાગે પોલીસ મથકે આવા મામલા પહોંચતા નથીઅત્યાર સુધી તાલુકામાં 300થી વધુ બકરાઓ તેમજ દુધાળા પશુઓને ચોરી કરવાના બનાવો બનવા પામ્યા છે. જેના કારણે પશુ પાલકોએ પોતાના પશુની સુરક્ષાની જવાબદારી પોતે જ નિભાવવાનો વારો આવ્યો છે. અને વારંવાર બનતા બનાવોને કારણે તાલુકાના પશુપાલકોમાં ભારે રોષ ફેલાઇ રહ્યો છે. તેવામાં સોમવારે સાવલી નગરના લાહોરી વગા વિસ્તારમાં મારુતિ ઝેન કારમાં બકરા ચોર ગેંગના 4 જેટલા સભ્યો નગરમાંથી બકરા ચોરીને કારમાં લઈ જઈ રહ્યા હતા.

નંબર પ્લેટ તૂટેલી મારુતિ ઝેન કારમાં બકરા ભરતાં જોવા મળ્યા હતા. પરિણામે આજુબાજુના રહીશો તૂટી પડ્યા હતા અને બકરા ગેંગના 4 સભ્યોને ઝડપી પાડીને મેથીપાક ચખાડ્યો હતો. બકરા ગેંગના એક સભ્યે 1 ઈસમને હાથે બચકું ભરી લેવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલ ભાવેશ પરમાર, નટુ પરમાર, સંજય તળપદા, વિપુલ= ગજેન્દ્રભાઈ તળપદા હોવાનું સામે આવ્યું છે.બનાવના પગલે ખબર વાયુવેગે પ્રસરતા તાલુકામાં જે પશુપાલકોના પશુ ચોરાયા છે તેઓના ટોળેટોળા પોલીસ મથકે ઉમટી પડ્યા હતા.