કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, 4 ના મોત 

વહેલી સવાર પરિવાર માટે કાળ લઈને આવી 

કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, 4 ના મોત 

My samachar.in : બનાસકાંઠા

આજે રવિવારની વહેલી સવાર એક પરિવાર માટે કાળ બનીને આવી છે, બનાસકાંઠામાં આજે થયેલા ગમખ્વાર અકસ્માતમા 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.  અકસ્માતમાં મોતને ભેટનારમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. બનાસકાંઠામાં થરાદ- ધાનેરા હાઇવે પર પાવડાસણ પાટિયા પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. અલટો અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં થયેલા અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં 3 પુરુષો અને બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે કે, અન્ય 3 ઘાયલોને ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તેમજ મૃતકોના મૃતદેહોને પી એમ અર્થે ધાનેરા રેફરલ ખાતે ખસેડાયા હતા.ધાનેરા પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યુ કે, ખેડાનો એક પરિવાર ભાખડીયાલ જઇ રહ્યો હતો. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.