ગોઝારો અકસ્માત, કન્ટેનર પાછળ બાઈક ઘુસી જતા 4 ના મોત

અહી બની છે આ ઘટના 

ગોઝારો અકસ્માત, કન્ટેનર પાછળ બાઈક ઘુસી જતા 4 ના મોત

Mysamachar.in-ખેડા:

આજે ખેડા બાયપાસ હાઈ-વે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઉભા  રહેલ કન્ટેનર પાછળ ધડાકાભેર બાઈક ઘૂસી જતાં અમદાવાદના ચાર યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. અકસ્માતની જાણ થતાં જ માતર પીએસઆઈ સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઓવર સ્પીડ કારણે બેલેન્સ રાખી ન શકતા અકસ્માત થયો હોવાનું પોલીસે પ્રાથમિક અનુમાન લગાવ્યું છે. આ ઘટનામાં મૃતકોના શબને માતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે લઈ જવામાં આવ્યા છે.

 

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ખેડા બાયપાસ હાઇ-વે પર સોખડા પાટીયા વેસ્ટર્ન હોટલના પાર્કિંગમાં ઉભી રહેલી એક કન્ટેનર પાછળ એક બાઈક ધડાકાભેર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાઈક પર અમદાવાદના ચાર યુવકો સવાર હતા. તમામ યુવકો અમદાવાદના અમરાઈવાડી અને સિટીએમ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતના કારણે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. હાઈ-વે પર કન્ટેનર પાછળ બાઈક અથડાયા બાદ ચારેય યુવકોના મૃતદેહ રસ્તા પર ખરાબ હાલતમાં પડ્યા હતા. સ્થાનિક લોકોએ ઘટનાની માહિતી માતર પોલીસ સ્ટેશનમાં કરી હતી. અકસ્માત ની જાણ થતાં જ માતર પીએસઆઈ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે આગળની કાર્યવાહી કરતા ઓવર સ્પીડ કારણે બેલેન્સ રાખી ન શકતા અકસ્માત થયો હોવાનું પોલીસે પ્રાથમિક અનુમાન કાઢ્યું હતું.