પાણીના ખાડામાં ડૂબી જતા 4 બાળકોના મોત

આજે અહી બની છે ઘટના

પાણીના ખાડામાં ડૂબી જતા 4 બાળકોના મોત

Mysamachar.in:પંચમહાલ

પંચમહાલ જીલ્લાના ઘોઘંબાના ગજાપુરા ગામ એક દુઃખદ ઘટના સામે આવી છે. ગામમાં આવેલ તળાવ પાસે બનાવાયેલ ખાડામાં ડૂબી જવાથી 4 બાળકોના મોત નિપજ્યા છે. વહેલી સવારે ચારેય બાળકો રમતા રમતા ખાડામાં ન્હાવા પડ્યા હતા. આ ઘટનામાં આજે વહેલી સવારે રમતા રમતા તળાવમાં ખાડામાં નાહવા ગયેલા ચાર બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોતને ભેટ્યાં હતા. તેમના મૃતદેહોને સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ બાળકો અંદાજીત 10થી 12 વર્ષની ઉંમર હતી. એક સાથે ચાર બાળકો તળાવના ઊંડા પાણીમાં ડૂબ્યા હતા, આ તમામ બાળકોના મોત નિપજ્યા છે. નાનકડા ગામમાં એક સાથે ચાર બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત થતા ગામ આખું તળાવે એકઠું થતા ભારે ગમગીન વાતાવરણ જોવા મળ્યું હતું.