Mysamachar.in-જામનગરઃ
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા જામનગરના સિક્કા સ્થિત ચીમની તોડી પાડવામાં આવી છે. 300 મીટર ઉંચી આ ચીમનીની મદદથી કોલસાથી વીજળી ઉતપન્ન કરવામાં આવતી હતી. જો કે ચીમની ખૂબ ખર્ચાળ અને પ્રદુષણ ફેલાવતી હોવાને કારણે તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચીમની તોડી પાડવાની કામગીરી દરમિયાન જીએસઇસીએલ, ટીપીએસના યુનિટ એકમાં રહેલી ચીમની ધ્વસ્ત કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. આ કામગીરી દરમિયાન કંપન થવું, ધૂળની ડમરીઓ, કપચીઓ ઉડવી, ધડાકાભેર અવાજ થવો વગેરે અંગે સવામીતના ભાગ રૂપે આસપાસના વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા.