Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના સતત ધમધમતા ડીકેવી કોલેજ વિસ્તારમાં ગતરોજ રસ્તા પર ત્રણ મહિલાઓ ઝઘડતી હોય પોલીસ ત્રણેયને પોલીસ સ્ટેશન લાવી હતી. ત્રણેય મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં પણ ધમાલ મચાવતા અને મહિલા પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરતા ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ અંગે પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો પ્રમાણે ઈપીકો કલમ આરોપી મહીલાઓ લક્ષ્મીબેન રાજુભાઈ બાબરીયા રહે. ગોડલ, નદીના સામે કાંઠે, સીવીલ હોસ્પીટલ બાજુમાં, માનસીબેન મયંકભાઈ માધવ રહે. પુનીતનગર પાસે, ખોડીયાર પાર્ટી પ્લોટ વાળી શેરી, જામનગર અને રુચીબેન રાજુભાઈ બાબરીયા રહે. ગોકુલનગર, શાંતીનગર, શકતીનગર વાળી શેરી, જામનગર રોડ પર ઉભા રહી બોલાચાલી ઝગડો બખેડો કરતા હોય જે કારણે ટ્રાફીક જામ થતો હોય તેઓને પીસીઆર વાનના પોલીસકર્મી નીલેશભાઈએ સાઈડમા જવા કહેતા તેમની સાથે બોલાચાલી કરવા લાગેલ હતી,…
બાદમાં આ ત્રણેયને પોલીસ સ્ટેશને ફરીયાદ કરવા લઈ આવતા ત્યા હાજર અન્ય પોલીસ સ્ટાફ સાથે પણ આ મહિલઉં બોલાચાલી ઝઘડો કરવા લાગેલ અને વુમન પોલીસ ચાંદનીબેન પર હુમલો કરી લક્ષ્મી અને માનસીએ પકડી રાખી રૂચીએ ઝાપટો તથા લતો મારી તેમજ રૂચી નામની યુવતી એ ફરિયાદી મહિલા કોન્સ્ટેબલ ચંદ્રીકાબેનને ઝાપટો મારી તેમજ ઈન્વે રુમમાં રહેલ ખુરશી પોલીસને મારવા જતા ટેબલ સાથે ભટકાતા ખુરશી તોડી નાખી 500 ની નુકશાની કરી સ્ટેશનરી તથા કાગળો ટેબલ પરથી ઉપાડી ફેકી દઈ હાજર પોલીસ કોન્સ્ટેબલ જીતેંદ્રભાઈ પર હુમલો કરી તેમની ડ્રેસમા લગાવેલ નેમ પ્લેટ ખેચી તોડી નાખી પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી પોલીસને ઝાપટો, લતો મારી વ્યથા કરી એકબીજાને મદદગારી કર્યા સબબની ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસે નોંધી છે.