કુતરું કાર આડે ઉતરતા કાર તળાવમાં ખાબકી, 3 ના મોત

મૃતક ત્રણેય શિક્ષકો

કુતરું કાર આડે ઉતરતા કાર તળાવમાં ખાબકી, 3 ના મોત

Mysamachar.in-મહેસાણા

મહેસાણાના પાંચોટ નજીક આજે અકસ્માતની એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં એક કાર તળાવમાં ખાબકતાં નોકરીએ જતાં ત્રણ શિક્ષકનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં એક મહિલા અને બે પુરુષ છે. કૂતરું વચ્ચે આવતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર તળાવમાં ખાબકી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણાથી ત્રણ શિક્ષકો નિયમિતપણે નોકરીએ જઇ રહ્યાં હતાં ત્યારે વહેલી સવારે પાંચોટ પાસે કૂતરું કાર આડે આવ્યું હતું, કૂતરાને બચાવવા જતાં કારચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર રસ્તાની નજીક આવેલા તળાવમાં ખાબકી હતી, જેને કારણે ડૂબી જતાં કારમાં સવાર શિક્ષકોનાં મોત નીપજ્યાં હતાં. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી કરી હતી. પોલીસને જાણ કરાતાં પોલીસે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.