તલાટીને ઢીકાવાળી કરવી 3 પોલીસકર્મીઓને ભારે પડી 

ત્રણેયની કરાઈ આંતરિક બદલીઓ 

તલાટીને ઢીકાવાળી કરવી 3 પોલીસકર્મીઓને ભારે પડી 

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

ખંભાળિયા નજીકના રામનગર અને હર્ષદપૂરના તલાટીમંત્રી પ્રિન્સ મંડપીયા ગત તા.20 ના રોજ ભાણવડ પાટિયા નજીક આવેલ ગંગા જમના હોટેલ પાસે માસ્ક પહેર્યા વગરના લોકો સામે પોતાની ફરજ મુજબ દંડ વસુલવાની કામગીરી કરતા હોય ત્યારે ચેકપોસ્ટ પર ઉભેલા ચાર થી પાંચ પોલીસ કર્મીઓએ તેમની પાસે જઈ અહીં શું કરો છો અને કેવાના દંડ ઉઘરાવો છો કહેતા તલાટીમંત્રી એ  તેમનું આઈકાર્ડ બતાવ્યું હતું એમ છતાં પોલીસકર્મીઓએ તેમને ઢીકાવાળી કરવાના મામલે જીલ્લાના તલાટીઓમાં ઉગ્ર રોષ વ્યાપી જવા પામ્યો હતો,અને આ  બનાવ સંદર્ભે તલાટી મંડળ દ્વારા કલેકટરને આવેદન પાઠવી આક્ષેપો સાથે રજુઆત કરી હતી, જેના પગલે આજે જિલ્લા પોલીસ વડા રોહન આનંદે આ પ્રકરણ અનુસંધાને  ત્રણ પોલીસકર્મીની બદલીનો હુકમ કર્યો છે, જેમાં મારખી ગોજીય ને પોલીસ હેડકવાર્ટરમાંમાં થી ખંભાળિયા, ખંભાળિયાના ભરતસિંહ જાડેજાને સલાયા મરીન અને દેવેન્દ્રસિંહ ચુડાસમાને પોલીસ હેડ ક્વાર્ટરમાંથી હિસાબી શાખામાં બદલી કરવામાં આવી છે.